સાત વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતાં ચકચાર

અમદાવાદ: ધ્રાંગધ્રામાં આવેલા ઝાલા રોડ નજીકથી સાત વર્ષની અેક બાળકીનું અપહરણ કરી એક નરાધમે દુષ્કર્મ આચરતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે આ અંગે એક શખ્સની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ધ્રાંગધ્રામાં આવેલા ઝાલા રોડ પરથી એક વૃદ્ધા સાત વર્ષની પોતાની પૌત્રીને લઇને પસાર થઇ રહ્યાં હતાં ત્યારે મહંમદ હુસેન નામના એક શખ્સે વૃદ્ધાને વાતોમાં પરોવી સાત વર્ષની બાળકીને નવા કપડાં અપાવવાનું કહી પોતાની સાથે લઇ જઇ તેનું અપહરણ કર્યું હતું.

ત્યાર બાદ આ નરાધમે સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાનમાં પોલીસને આ અંગે જાણ થતાં ત્વરિત તપાસ હાથ ધરી નરાધમને ઝડપી લઇ બાળકીને તેના વાલીઓને પરત સોંપી દઇ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like