OMG! 7 કલાક 20 મિનિટનું છે આ ટ્રેલર, આખી ફિલ્મ એક મહિનામાં થશે પૂરી

નવી દિલ્હી: શું તમે કોઇ દિવસ એવી કોઇ ફિલ્મ માટે વાંચ્યું કે સાંભળ્યું છે, જેનું ફક્ત ટ્રેલર 7 કલાક 20 મિનીટનું હોય અને આખી ફિલ્મ 720 કલાકની હોય. જ તમે ના સાંભળ્યું હોય તો ચલો આજે અમે તેમને એવી જ ફિલ્મ વિશે જણાવીએ.

ફિલ્મનું નામ છે ‘એમ્બીયન્સ’
વર્ષ 2020માં એક એવી હલીવુડ ફિલ્મ આવી રહી છે, જેનું પહેલું શોર્ટ ટ્રેલર 7 કલાક 20 મિનીટનું છે અને આખી ફિલ્મ એક મહિનામાં પૂરી થશે. ફિલ્મના નિર્દેશક સ્વીડનના છે. ફિલ્મનું નામ ‘એમ્બીયન્સ’ છે, જેનું બીજું ટ્રેલર 2018માં જાહેર કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મન પૂરો સમય 720 કલાકનો હશે એટલે ફિલ્મ આખો એક મહિના સુધી ચાલશે, કેમકે આફિલ્મનું ટ્રેલર જ 7 કલાક 20 મિનીટનું છે.

જાણો શું છે સ્ટોરી?
ફિલ્મની સ્ટોરી બે પર્ફોમન્સ આર્ટિસ્ટોના સંબંધઓ પર આધારિત છે, જે દક્ષિણી સ્વીડનનાં દરિયા કિનારે મળે છે અને ત્યાં જ આખીફિલ્મ બની જાય છે. જણાઇ રહ્યું છે કે ફિલ્મ સિંગલ શોર્ટમાં તૈયાર કરવામાં આવી છે અને તેમાં કોઇ પણ કટ હશે નહીં. એટલે તેને શૂટ કરવું સરળ કામ નથી. હાલમાં ફિલ્મની 31 ડિસેમ્બર 2020માં રિલીઝ થવાની આશા છે.

આગળનું ટ્રેલર હશે 72 કલાકનું
આ ફિલ્મનું પહેલું ટીઝર 2014માં આવ્યું હતું, જે 72 મિનીટનું હતું. ત્યાબાદ આ વર્ષ 2016માં તેનું પહેલું શોર્ટ ટ્રેલર 19 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 7 કલાક 20 મિનીટનું છે. 2018માં તેનું બીજું શર્ટ ટ્રેલર લન્ચ કરવામાં આવશે, જે લગભગ 72 કલાકનું હશે. એવું જણાઅ રહ્યું છે કે આ ફિલ્મનું ત્રીજું ટ્રેલર 2020માં આવશે.

You might also like