VIDEO: ગુજરાત સરકાર દ્વારા 67 IAS અધિકારીઓની બદલી, જાણો કોની ક્યાં કરાઇ બદલી?

ગુજરાતઃ રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદનાં કલેક્ટર અવંતિકા સિંઘની બદલી કરવામાં આવી છે અને તેમનાં સ્થાને રાજકોટનાં કલેક્ટર વિક્રાંત પાડેને અમદાવાદનાં કલેકટર બનાવવામાં આવ્યાં છે.

જ્યારે અવંતિકા સિંઘને રોજગાર તાલીમ વિભાગનાં ડાયરેક્ટર બનાવાયાં છે. તો સાબરકાંઠાનાં કલેક્ટર પી.સ્વરૂપની બદલી કરીને તેઓને UGVCLનાં MD બનાવવામાં આવ્યાં છે. ભરૂચનાં કલેક્ટર સંદીપ સાંગેલાની બદલી કરીને બનાસકાંઠાનાં કલેક્ટર બનાવાયાં છે.

જ્યારે બનાસકાંઠાનાં કલેક્ટર દિલીપ રાણાને આણંદ કલેક્ટર બનાવાયાં છે. તો રાજકોટનાં કલેક્ટર તરીકે જૂનાગઢનાં કલેક્ટર રાહુલ ગુપ્તાને મુકાયાં છે. IAS એસ.એલ.અમરાનીને ગાંધીનગરનાં મ્યુનિસિપલ કમિશ્નર બનાવાયાં છે. તો સુરતનાં કલેક્ટર એસ.એમ.પટેલને શહેરી આવાસની જવાબદારી સોંપાઈ છે.

અરવલ્લીનાં કલેક્ટર સાલીની અગ્રવાલને વડોદરાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ સાથે અનેક જિલ્લા વિકાસ અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે. રાજ્ય સરકારે કુલ 67 IAS અધિકારીઓની બદલી કરી છે.

You might also like