Categories: Gujarat

મતદાનની ગણતરીના કલાકો પહેલાં ૬૪ લાખનો દારૂ પકડાયો

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ કાલે મોડી સાંજે રિંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ૧રપ૧ દારૂની પેટીઓ, રોકડ રૂ.૪ર,૦૦૦, મોબાઈલ અને તર્ક મળી કુલ રૂ. ૭૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂનો જથ્થો પણ વિપુલ માત્રામાં પકડાઇ રહ્યો છે. અમદાવાદમાં ૧૪મી ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે તેના બે દિવસ પહેલાં જ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દારૂ ભરેલી તર્ક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ગઈ કાલે મોડી સાંજે હાથીજણ સર્કલ નજીક વોચ ગોઠવી હતી.

દરમ્યાનમાં જીજે-ર૬ પાસિંગની એક ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં વિશાળ પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. આખી ટ્રકમાં દારૂ ભરી અને તાડપત્રી બાંધી દેવામાં આવી હતી. રૂ.૬૪.ર૭ લાખની ૧રપ૧ જેટલી દારૂની પેટીઓ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૂળ પંજાબના દિલરાજ મહેરા (શીખ) આરોપીની ધરપકડ કરી છે. જ્યારે રાજુ, ધિરેન અને અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં અાવ્યા છે. અા દારૂનો જથ્થો કોને અાપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા ખોરજ પાસેથી કન્ટેનર ડેપોમાં અડાલજ પોલીસે દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ દંતાલી ગામ પાસે અાવેલા એક ગોડાઉનમાંથી પણ સાંતેજ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.

divyesh

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

5 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

6 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

7 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

8 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

9 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

10 hours ago