VIDEO: આવતી કાલે અમદાવાદનો 608મો Birthday, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી

અમદાવાદઃ આવતી કાલે શહેરનો હેપ્પી બર્થ-ડે છે. 26મી ફેબ્રુઆરી અટલે અમદાવાદનો 608મો જન્મદિવસ. અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમાં આગવું સ્થાન યુનેસ્કોએ આપ્યું છે. અહમદશાહનાં નામ પરથી પડેલ નામ અમદાવાદ આજે પણ દરેક ગુજરાતીઓનાં દિલમાં આગવું સ્થાન ધરાવે છે.

આજે અમદાવાદને 607 વર્ષ પૂરા થઇ રહ્યાં છે. અમદાવાદ વિવિધ નામોથી પણ જાણીતું છે. જેમ કે કર્ણાવતી, માન્ચેસ્ટર કે મેટ્રોસીટી. આ અમદાવાદની શોભા અનેરી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે મૂળ અમદાવાદનાં અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા એક વ્યક્તિ લંડનથી રિટર્ન આવ્યાં છે.

તેઓને અમદાવાદની યાદ તેમને પરત ખેંચી લાવી છે. નોંધનીય છે કે અગાઉ અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી, યુનેસ્કોએ પ્રમાણપત્ર એનાયત કરીને જાહેર કરેલ છે.

અમદાવાદને 607 વર્ષ થયાં પૂર્ણ
યુનેસ્કોએ આપ્યું અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીમાં સ્થાન
અહમદશાહનાં નામ પરથી નામકરણ થયું અમદાવાદ
દરેક ગુજરાતીઓનાં દિલમાં અમદાવાદનું આગવું સ્થાન
એક સમયે અમદાવાદ હતું ભારતનું માન્ચેસ્ટર

You might also like