છ મહિનામાં 6,000 રેલવે સ્ટેશન પર વાઇ ફાઇ સુવિધાઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હી: રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે જણાવ્યું હતું કે આગામી છ મહિનામાં દેશનાં ૬,૦૦૦ રેલવે સ્ટેશન પર વાઇ ફાઇની સુવિધા મળશે. સ્માર્ટ રેલવે સંમેલનને સંબોધન કરતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે રેલવે અત્યારે સ્માર્ટ પ્રોજેકટનો અમલ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ સંમેલનનું આયોજન વેપાર સંગઠન ફિક્કી દ્વારા કરવામાં આવ્યું હતું.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જો અમારે ડિજિટલ ટેકનોલોજીનો મહત્તમ લાભ ઉઠાવવો હોય તો અમારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં આ ટેકનોલોજી પહોંચે તે સુનિશ્ચિત કરવું પડશે. રેલવે પોતાના નેટવર્કમાં ઉપલબ્ધ ઓપ્ટિકલ ફાઇબરના અંતિમ છેડા સુધી નેટવર્ક કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરી રહી છે.

અમને આશા છે કે આગામી છથી આઠ મહિનામાં મોટા ભાગનાં તમામ રેલવે સ્ટેશન પર વાઇ ફાઇની સુવિધા ઉપલબ્ધ બનશે. ભારતીય રેલવેએ હવે સ્માર્ટ રીતે વિચારવાનું, સ્માર્ટ યોજના તૈયાર કરવાનું અને તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મારું માનવું છે કે આ એવા બદલાવ છે જેને આપે છેલ્લાં ચાર વર્ષમાં અનુભવ્યા હશે.

રેલવે ટ્રેનોના નિયમિત દોડવા પર પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ૧ એપ્રિલથી અત્યાર સુધીમાં રેલવેની નિયમિતતા વધુ બહેતર બનીને ૭૩થી ૭૪ ટકા સુધી થઇ ગઇ છે. રેલવેએ હવે સ્ટેશન માસ્તર દ્વારા મેન્યુઅલી ભરવામાં આવતી ટાઇમ ટેબલ શેડ્યૂલની વ્યવસ્થા કરી દીધી છે. હવે આ શેડ્યૂલ કમ્પ્યૂટરાઇઝડ ડેટા દ્વારા તૈયાર કરવામાં આવે છે.

divyesh

Recent Posts

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

27 mins ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

60 mins ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

1 hour ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

3 hours ago

કપડાં ખરીદતા પહેલાં સાવધાન!, લોગોનાં દુરઉપયોગ સાથે મળી આવી 375 નકલી લેગીન્સ

સુરતઃ જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે આજ કાલ માર્કેટમાં બ્રાન્ડેડ…

4 hours ago

PM મોદી ફરી વાર 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે, જાણો કયાં સ્થળે લેશે મુલાકાત…

રાજકોટઃ PM મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેંન્દ્ર મોદીનાં કાર્યક્રમમને લઈને તડામાર તૈયારીઓ…

4 hours ago