EPFOના 60 લાખ પેન્શનરને લઘુતમ રૂ. 7500નું પેન્શન આપવા માગણી

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના ૬૦ લાખ પેન્શનરોએ લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવા અને વચગાળાની રાહત પેટે રૂ.પ૦૦ આપવા માગણી કરી છે. ઓલ ઇન્ડિયા ઇપીએસ-૯પ પેન્શનર્સ સંંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પક્ષ વડા મથકના પ્રભારી અરુણસિંહાને એક આવેદનપત્ર સુપરત કર્યું છે.

અરુણસિંહાએ ઇપીએસ પેન્શનરોની આ માગણી પર સંબંધિત વિભાગ વિચાર વિમર્શ કરશે એવી ખાતરી આપી હતી. હજારોની સંખ્યામાં ઇપીએસ-૯પમાં આવેલા પેન્શનર્સ પોતાની માગણીઓના સમર્થનમાં ભાજપના વડામથક પર એકત્ર થયા હતા.

પેન્શનર્સ સંઘર્ષ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉતે વધુમાં જણાવ્યું હતું કે મોંઘવારીના જમાનામાં પેન્શનરોને મળતું રૂ.ર૦૦થી રપ૦૦ સુધીનું માસિક પેન્શન ઘણું ઓછું છે. એક બાજુ સરકારી કર્મચારીઓના પગારો રૂ.એક લાજી પાંચ લાખ સુધી પહોંચી ગયા છે ત્યારે આટલા નજીવા પેન્શનમાં વયોવૃદ્ધ પેન્શનરો જીવન નિર્વાહ કઇ રીતે કરી શકે?

પેન્શનરો કોશિયારી સમિતિની ભલામણો અનુસાર લઘુતમ માસિક પેન્શન વધારીને રૂ.૭પ૦૦ કરવાની માગણી કરી રહ્યા છે. આ ઉપરાંત ઇપીએસ-૯પ પેન્શનર્સ અને તેમના પત્નીને વિનામૂલ્યે મેડિકલ સુવિધા આપવાની માગણી કરી રહ્યા છે. જે નિવૃત્ત કર્મચારીઓને ઇપીએસ-૯પ યોજનામાં સામેલ કરવામાં આવ્યા નથી તેમને તેમાં સભ્ય બનાવીને પેન્શન યોજના હેઠળ લાવવા અથવા રૂ.પ,૦૦૦ સુધીનું્ માસિક પેન્શન આપવા માગણી કરી છે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

9 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

9 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

9 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

10 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago