6 PSU બેન્ક પર લોન આપવા સામે પ્રતિબંધ મુકાવાની શકયતા

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વધુ છ જાહેર ક્ષેત્રની બેન્કોને પ્રોજેકટ કરેક્ટિવ એકશન પીસીએ કેટેગરીમાં મૂકી શકે છે. પીએનબી, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને સિન્ડિકેટ બેન્કનાં નામ સામેલ થઇ શકે છે.

જો આરબીઆઇ આગામી એક મહિનામાં આ બેન્કને પીસીએ કેટેગરીમાં મૂકે તો આવી બેન્કોની કેટેગરીની સંખ્યા વધીને ૧૭ થઇ શકે છે. આ અગાઉ અલાહાબાદ બેન્કને મે મહિનામાં આરબીઆઇએ પીસીએ કેટેગરીમાં મૂકી હતી. એટલું જ નહીં બેન્કને હાઇ રિસ્ક કેટેગરીવાળી લોન પણ ઓછી કરવા જણાવ્યું હતું.

દેના બેન્કને પણ નવી લોન આપવા રોકવામાં આવી છે. નાણા વિભાગનાં એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે જાહેર ક્ષેત્રની તમામ છ બેન્કનું પર્ફોર્મન્સ ખરાબ નથી અને તેના કારણે જ આરબીઆઇ આ બેન્કોની સામે સખત પગલાં લેતાં અચકાઇ રહી છે.

નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું કે સરકાર અને આરબીઆઇ સાથે આ બેન્કના ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી છે. આગામી એકથી બે ત્રિમાસિક સમયગાળામાં તેઓ લોનનાં નાણાંની રિકવરી કરી લેશે.

નોંધનીય છે કે હાલ પીસીએ કેટેગરીમાં અલાહાબાદ બેન્ક, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેન્ક, આઇડીબીઆઇ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ, દેના બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સામેલ છે.

You might also like