દેશમાં થઇ રહી છે લોહીની બરબાદી, 5 વર્ષમાં 6 લાખ લીટર યૂનિટ બેકાર

નવી દિલ્હીઃ ‘રક્ત જીવન છે..’ ‘રક્તદાન મહાદાન..’ જેવી વાતો દ્વારા રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં 28 લાખથી વધારે યૂનિટ લોહી અને તેના ઘટકોને નિરસ્ત કરી દેવામાં આવ્યાં છે. આ આંકડા દ્વારા દેશની બલ્ડ બેકિંગ સિસ્ટમની ગંભીર ખામી સામે આવી છે. જે દર્શાવે છે કે બ્લડ બેંક અને હોસ્પિટલ વચ્ચે કોઇ જ સમનવય નથી. મળતી માહિતી મુજબ જો તેની લિટરમાં ગણતરી કરવામાં આવે તો છેલ્લાં પાંચ વર્ષમાં 6 લાખ લીટરથી વધારે લોહી બરબાદ થઇ ગયું છે. ભારતમાં અંદાજે 30 લાખ યૂનિટ લોહીની ઉણપ રહે છે. રક્ત, પ્લાઝ્મા કે પ્લેટલેટના અભાવે ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. લાલ રક્ત કોશિકાઓના અપવ્યયમાં મહારાષ્ટ્ર, યુપી અને કર્ણાટક મુખ્ય ત્રણ રાજ્યો સામે આવ્યાં છે. માત્ર લોહી જ નહીં પરંતુ લાલ રક્ત કોશિકાઓ, પ્લાઝમા, જીવન બચાવવા માટેના ઘટકોનો ઉપયોગ એક્સપાયરી ટેડ પહેલાં ન થતા તે બેકાર થઇ ગયા છે. જે દર્શાવે છે કે બ્લડ બેંક અને હોસ્પિટલ વચ્ચે કોઇ જ સમનવય નથી. 2016-17માં જ 6.57 લાખથી વધારે યૂનિટ રક્ત અને તેના ઉત્પાદન બરબાદ થઇ ગયા છે.

http://sambhaavnews.com

You might also like