SBI સાથે છ બેંકનું મર્જર, સેવાઓ થઇ મોંઘી

નવી દિલ્હીઃ  દેશની સૌથી મોટી બેંક એસ.બી.આઇ. આજે 6 બેંકો સાથે મર્જર કર્યું છે. મર્જર બાદ હવે પહેલી એપ્રિલથી આ છ બેંકના ગ્રાહકો 1 એપ્રિલથી એસ.બી.આઇ.ના ગ્રાહકો બની જશે. સાથે જ બેંકે તેના સર્વિસ ચાર્જ પણ બદલ્યા છે. જેની સીધી અસર બેંકના ગ્રાહકો પર પડશે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 5 એસોસિયેટ બેંકો સ્ટે બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઓફ મેસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર સાથે મર્જર કર્યું છે. જ્યારે ભારતીય મહિલા બેંક પહેલેથી જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે છે.

આ મર્જર સાથે એસ.બી.આઇ. દેશની ટોપ 50 બેંકોમાં શામેલ થઇ ગઇ છે. બેંકનું ટોટલ કસ્ટમ બેસ 37 કરોડ રૂપિયા છે. દેશ ભરમાં બ્રાંચ નેટવર્ક લગભગ 24,000 અને 59,000 એ.ટી.એમ. છે. મર્જર બાદ ટોટલ ડિપોર્ઝિટ બેસ 26 લાખ કરોડ રૂપિયાથી વધારે જ્યારે એડવાન્સ લેવલ 18.50 લાખ કરોડ રૂપિયા છે. મર્જર બાદ તમામ ઓસેસિયેટ બેંકના ગ્રાહકો એસ.બી.આઇ.ના ડિજિટલ પ્રોડક્ટ્સ અને સર્વિસિના ફાયદા ઉઠાવી શકે છે.

1 એપ્રિલથી એસ.બી.આઇ.એ  ગ્રાહકોને મહિનામાં ત્રણ વખત બેંક ખાતામાં પૈસા જમા કરાવવાની ફ્રિ સેવા આપી છે. 3 વખતથી વધારે લેવડ દેવડ પર 50 રૂપિયા ચાર્જ  આપવો પડશે. જ્યારે ચાલુ ખાતામાં તે 20,000 રૂપિયા સુધી હોઇ શકે છે. બેંક એટીએમ સહિત અન્ય સેવાની કિંમતમાં પણ પરિવર્તન આવ્યું છે. ન્યૂનતમ રાશિ ન રાખનાર ગ્રાહકો પાસે બેંક ચાર્જ વસુલશે. એક મહિનામાં અન્ય બેંકના એ.ટી.એમ.માંથી ત્રણ વખતથી વધારે પૈસા નિકાળવા પર 20 રૂપિયા ચાર્જ થશે. જ્યારે એસ.બી.આઇ.ના એટીએમમાંથી 5 વખતથી વધારે પૈસા નિકાળવા પર 10 રૂપિયા ચાર્જ થશે.

http://sambhaavnews.com/

You might also like