Categories: India

pokમાં પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રદર્શન, 500 લોકોની ધરપકડ

ગિલગિલત બાલિસ્તાન: પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરના ગિલગિલ બાલિસ્તાનમાં સ્થાનીક લોકોએ પાકિસ્તાની સુરક્ષાદળ વિરુદ્ધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતાં. આ લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતાં. આ પ્રદર્શન પછી આશરે 500 યુવાઓની ધરપકડ કરવામાં આવી હતી. પકડાઇ ગયા લોકોમાંથી ત્યાંના જાણીતા એક્ટિવિસ બાબા જાન પણ છે.

થોડાક દિવસો પહેલા એશિયન હ્યૂમન રાઇટ કમિશને પોતાના એક નિવેદનમાં ગિલગિત બાલિસ્તાનની પોલીસ દ્વારા કરવામાં આવતી અતિરેક વિરુદ્ધ એક નિવેદન આપ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશન ખૂલવાથી શાંત વિસ્તારમાં અશાંતિ થઇ ગઇ છે અને પોલીસ વસૂલીનું કામ કરી રહી છે.

શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર, લદાખ અને પીઓકે પણ ભારતનો જ ભાગ છે. તેમનું આ નિવેદન પાકિસ્તાન માટે જવાબ જેવું જ હતું જે છેલ્લા ઘણા સમયથી ભારતના ભાગના કાશ્મીરમાં થયેલી અશાંતિ પર સતત નિવેદન આપી રહ્યા છે.

પાકિસ્તાનના ઉત્તર ભાગમાં પીઓકેમાં અલગ પ્રશાસનિક ઇકાઇ દ્વારા શાસન કરવામાં આવે છે. અહીં ગુસ્સે થયેલા લોકોએ કહ્યું કે આશરે 500 યુવાઓને રાજનિતીક અધિકારની માંગ કરવા અને પાકિસ્તાની સેનાને ગિલગિતથી બહાર કરવાની માંગ કરવા પર ધરપકડ કરવામાં આવી છે. રોષે ભરાયેલા યુવાનોએ ગિલગિતની ગલીઓમાં ઉતરીને પાકિસ્તાની સરકાર અને સંસ્થાઓના વિરોધમાં પ્રદર્શન કર્યું. આ લોકો ગિલગિતના અલગ અલગ વિસ્તારો અસ્તોર , દિયામિર અને હુનજામાં પ્રદર્શન કરી રહ્યા છે.

ગિલગિતમાં રાજનિતીક દમન અને ઘરપકડો ત્યાં બની રહેલા ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના વિરોધને લઇને થઇ રહી છે. સ્થાનીક લોકો લાંબા સમયથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે આનાથી ફક્ત ચીન અને પાકિસ્તાનના પંજાબી વેપારીઓને ફાયદો થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં સ્થાનીક લોકોનો ભાગ ન હોવાને કારણે રોષે ભરાયેલા યુવાનો વિરોધ કરે છે. આશરે 500 યુવાનો જેલમાં છે. બાબા જાનની ધરપકડ પછી બીજા ઘણા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.

Krupa

Recent Posts

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

6 mins ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

17 mins ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

28 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

1 hour ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

2 hours ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago