Categories: India

નોટ બેનની અસર, બરેલીમાં સળગતી મળી 500 અને 1000ની નોટો

બરેલી: બરેલીમાં બુધવારે કાળા નાણાંનો મોટો ખુલાસો જોવા મળ્યો હતો. અહીંની સીબીગંજની પરસા ખેડા રોડ નંબર એક પર 500 અને 1000ની નોટ સળગતી જોવા મળી છે. આ નોટોને બોરીમાં ભરીને અહીંયા સળગાવવામાં આવી. સૂચના પર પહોંચી પોલીસ દ્વારા કરોડો રૂપિયાની જપ્તી પછી આખો વિસ્તાર ચર્ચાનો વિષય બન્યો હતો. સળગેલી નોટોને પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવી છે.

બરેલીમાં 500 1000ની નોટો સળગતી જોવા મળતા સનસનાટી મચી ગઇ છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ અને આરબીઆઇ ટીમે દરેક ફાટેલી નોટોને જપ્ત કરીને તપાસમાં લાગી ગઇ છે. જણાવી દઇએ કે આ સળગતી નોટોનો ઢગલો શહેરના મોટા ઉદ્યોગપતિની ફેક્ટરીની સામે મળી છે.

બરેલી પોલીસે દાવો કર્યો છે કે મંગળવારે અડધી રાત પછી કરોડોની કાળું નાણું સફેદ કરવાનો કોઇ વિકલ્પ ન મળતાં આગ ચાંપી હોવાનું જાણવા મલી રહ્યું છે. સળગેલી અને બચેલી નોટો પરથી અનુમાન લગાવી શકાય છે કે રકમ ગણા કરોડોની હશે. જો કે અહીંથી એક વ્યક્તિ પસાર થઇ રહ્યો હતો એને આ સળગતી નોટોને જોઇ. સજો કે સીબીગંજ થાણા પોલીસ આ વાતને મજાક માની રહ્યા હતાં પરંતુ ચોકી ઇન્ચાર્જ અરુણ સિંહે એની પુષ્ટિ કરી હતી.

કાગળની ગુણવત્તા જોઇને એવું લાગી રહ્યું છે કે આ ખઓટી નોટો પણ હોઇ શકે. પરસાખેડાના તમમ પ્રતિષ્ઠાનોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. પોલીસ તેની ફુટેજ શોધી રહી છે.

Krupa

Recent Posts

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

48 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

3 hours ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

3 hours ago