UPમાં 50 ઉપરના ‘અનફિટ’ સરકારી કર્મચારીઓને ફરજિયાત કરાશે રિટાયર

લખનૌ: યુપી સરકાર પ૦ વર્ષથી વધુ ઉંમરવાળા એ કર્મચારીઓને રિટાયર્મેન્ટ આપવાની યોજના બનાવી રહી છે. જેઓ કામમાં બેદરકારી દાખવે છે. જો આવા પ્રસ્તાવ પર સરકાર આગળ વધે છે તો પ્રદેશમાં કાર્યરત ૧૬ લાખ કર્મચારીઓમાંથી ચાર લાખ કર્મચારીઓને અસર થઇ શકે છે.

સરકારની યોજના એ કર્મચારીઓને રિટાયર્મેન્ટ આપવાની છે જેઓ પોતાના કામમાં બેદરકાર છે અથવા તો તેમના કામનું કોઇ સકારાત્મક પરિણામ ન હોય. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ માટે ૩૧ જુલાઇ સુધી તમામ કર્મચારીઓના પર્ફોર્મન્સ રિપોર્ટ તેમના વિભાગના અધ્યક્ષો દ્વારા સોંપવામાં આવશે.

એડિશનલ ચીફ સેક્રેટરી મુકુલસિંહે એક આદેશમાં જણાવ્યું છે કે અનિવાર્ય રિટાયર્મેન્ટ માટે તમામ વિભાગના અધ્યક્ષ પ૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ ૩૧ જુલાઇ ર૦૧૮ સુધી પૂરું કરવામાં આવે. પ૦ વર્ષની ઉંમરની ગણતરી ૩૧ માર્ચ ર૦૧૮ સુધી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે પ૦ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો સ્ક્રીનિંગમાં સામેલ થશે.

સરકારના આદેશમાં એમ પણ કહેવાયું છે કે નિયમ મુજબ કોઇ પણ સરકારી કર્મચારી રિટાયર્મેન્ટ લઇ શકે છે. આ ચુકાદાને લઇને રાજ્ય સરકારના કર્મચારીઓ નાખુુશ છે. યુપી સચિવાલય કર્મચારી સંઘના અધ્યક્ષ યાદવેન્દ્ર મિશ્રાએ કહ્યું કે આવા નિર્ણય માત્ર સરકારી કર્મચારીઓને પરેશાન કરવા માટે લેવાય છે. આવી બધી બાબતોને સહન કરવામાં નહીં. તેને લઇને આવે એક મિટિંગ પણ યોજવામાં આવી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં વર્કિંગ કલ્ચર સુધારવા માટે સીએમ યોગી આદિત્યનાથે પહેલાં જ કહ્યું હતું કે કામ ન કરનારા અને ભ્રષ્ટ અધિકારી અને કર્મચારી સરકાર પર બોજ ન બને. આ પહેલાં ગયા વર્ષે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આ રીતે પ૦ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓનું સ્ક્રીનિંગ પણ થઇ ચૂકયું છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago