J&K: સેનાને મળી મોટી સફળતા, આતંકીઓનો ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

ઉત્તર કાશ્મીરના સરહદ પર આવેલ કુપવાડાના કેરન સેકટરમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. વિદેશી આતંકીઓનું એક મોટું ગ્રુપ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ભારતીય સેનાએ કરેલી જવાબી કાર્યવાહીને લઇને આતંકીઓ પીઓકે તરફ ભાગી ગયા હતા. જો કે મળતા અહેવાલ મુજબ સેનાએ ઘૂસણખોરી કરી રહેલા પાંચ આતંકીઓને ઠાર કર્યાં છે.

આ દરમિયાન કેટલોક સામાન અહીં જ રાખીને ભાગી ગયા હતા. આ ઘટના બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેને લઇને આ વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

આજરોજ સવારે છ વાગ્યાની આસપાસ પીઓકેમાંથી આધુનિક હથિયારથી સજ્જ 14 થી 15 વિદેશ આતંકીઓનો એક જથ્થો કેરન સેકટરમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેકટરના વાજિરન શાલેભુટૂ વિસ્તારમાં સેનાની 5 જીઆરના જવાનોએ નિયંત્રણ રેખા નજીક શંકાસ્પદ ગતિવિધી જોઇ હતી.

સેનાએ ઘુસણખોરી કરી રહેલા આતંકીનો રોક્યા હતા. સેનાએ આતંકીઓ સાથે અથડાણ કરી હતી. તેના પર આતંકીઓ સેના પર ફાયરિંગ કર્યું હતું. જેને સેનાઓ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય જવાનોએ કરેલા ફાયરિંગથી ગભરાયેલા આતંકીઓ પીઓકે તરફ ભાગી ગયા હતા.

ભાગતા સમયે આતંકીઓનો કેટલોક સામાન અહીં રહી ગયો હતો. જેને સેનાઓ પોતાની પાસે લઇ લીધો હતો. જપ્ત થયેલા સામનામાં ચાર બેગ, બે એલ્યુમિનિયમની સીડી તેમજ એક વોકિંગ સ્ટિકનો સમાવેશ થાય છે.

You might also like