US: કેલિફોર્નિયાની સ્કુલમાં ફાયરિંગ, પાંચના મોત

અમેરિકાના ફરી અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી થે. નોર્થન કેલિફોર્નિયાના તેહામા કાઉન્ટીમાં એક અજ્ઞાતધારી હુમલાખોરે ઘણી જગ્યા પર ફાયરિંગ કરી હતી. અંતમાં સુરક્ષકાર્મીઓના હાથે હુમલાખોરનું રેંચો તેહામા એલીમેન્ટ્રી સ્કૂલમાં સામસામે કરાયેલા ફાયરિંગમાં મૃત્યું થયુ હતુ.

હુમલાખોરે આ સ્કુલમાં પણ વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સામે ફાયરિંગ કર્યું હતુ. મળતા અહેવાલ મુજબ હુમલાખોરે કરેલા ફાયરિંગમાં અત્યારસુધીમાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 10 લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણ બાળકો અને એક મહિલનો સમાવેશ થાય છે. હુમલાખોરે સ્થાનિક સમય મુજબ સવારે 8 કલાકની આસપાસ બોબકેટ લેનમાં ફાયરિંગ કર્યું હતુ, જ્યાં તે પોતે રહેતો હતો.

હુમલાખોરે પોતાના પડોશમાં રહેતા વ્યક્તિની કાર ચોરી કરી, જે થોડે આગળ દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ હતી. ત્યારબાદ હુમલાખોરે બીજી એક કાર ચોરી કરી રેંચો તેહામા સ્કૂલે પહોંચ્યો હતો. આ દરમિયાન હુમલાખોરે સ્ટેજકોચ રોજ અને ઓક પાર્ક રોડ પર ફાયરિંગ કર્યુ. સ્કૂલ પરિસરમાં પહોંચીને હુમલાખોરે 100 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું. હુમલાખોર પાસે એક સેમી ઓટોમેટિક રાઇપલ અને બે હેંડગન મળી આવ્યા.

You might also like