આ દેશોમાં તમામ કામ થાય છે કેશલેસ

કેન્દ્ર સરકાર દ્વારા નાણાબંદીને પગલે પ્રજા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. ત્યારે કેટલાક દેશો એવા છે કે જ્યાં બધુ જ કેશલેસ છે. જોકે બધી જ વસ્તુઓ કેશલેસ નથી, પરંતુ તે દિશામાં આ દેશ આગળ વધી રહ્યો છે. આ એવા દેશો છે કે જ્યાં મોટાભાગના વ્યવહારો કેશલેસથી જ થાય છે. જે અંગેનો ખુલાસો માસ્ટરકાર્ડ રિપોર્ટમાં સામે આવ્યો છે. તો ચાલો જાણીએ એ પાંચ દેશો વિશે કે જ્યાં મોટાભાગના વ્યવહારો થઇ રહ્યાં છે કેશલેસ,

સ્વીડનમાં બેંકોમાં લૂંટની ઘટનાઓ 2008માં 110 નોધાઇ હતી. જ્યારે વર્ષ 2011 સુધીમાં તે 16 થઇ ગઇ હતી. તેની પાછળનું મુખ્ય કારણ સ્વીડીશ બેંકોમાં કેશની ઉણપ છે. આ દુનિયાનો એક માત્ર દેશ છે કે જ્યાં કેશનું સર્ક્યુલેશન ખૂબ જ ઓછુ થઇ રહ્યું છે. એક્સપર્ટ પ્રમાણે સ્વીડન દુનિયાનો પહેલો કેશલેસ દેશ બની શકે છે.

અમેરિકામાં છેલ્લાં કેટલાય વર્ષોથી ઇલેક્ટ્રોનિક પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે. એપ્પલથી લઇને માઇક્રોસોફ્ટ જેવી તમામ કંપનીઓને વોલેટ સર્વિસની સુવિધા આપવામાં આવે છે. પેમેન્ટ માટે તેનો ઝડપથી ઉપયોગ થઇ રહ્યો છે. આ સાથે જ અમેરિકામાં કેટલીક શોપમાં બિલને બદલે 100 ડોલર સુધીની કેશ નથી આપી શકતી. બ્રિટનમાં વર્ષ 2014થી જ બસોમાં કેશ પેમેન્ટની ના પાડી દેવામાં આવી છે. બસમાં મુસાફરી માટે અહીં ઓઇસ્ટર કાર્ડ અને પ્રીપેડ ટિકિટ જરૂરી છે. બ્રિટિશ રીટેલ કનસોર્ટિયમ પ્રમાણે ખરીદી માટે કેશનો ઉપયોગ સતત ઘટી રહ્યો છે. બ્રિટન કેશલેસ દેશની દિશા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ અનેક તબક્કાઓમાં વેચાયેલા હોવાને કારણે મુશ્કેલીઓ વધી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્જેકશ મોટાભાગે કેશલેસ દ્વારા જ થાય છે. અહીં ચાર વર્ષ પહેલાં કેબ જેવા પેમેન્ટ પણ મશીનથી થાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંને દેશ પોસ્ટ કેશ સોસાયટીની દિશામાં આગળ છે. બેલ્જિયમમાં પણ એવો કાયદો છે કે ત્યાં કેશ પેમેન્ટ માટે માત્ર 3000 યૂપોની છૂટ આપવામાં આવી છે. આ કાયદો તોડનારે બેથી અઢી લાખ સુધીનો દંડ ભરવો પડે છે.

visit: sambhaavnews.com

 

You might also like