આ 42 મોબાઈલ એપ્સને તમે હાલ જ ડિલીટ કરી દો, જાણો કેમ જોખમી છે આ એપ્લિકેશન?

0 5

ગુપ્ત એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બનતી 42 મોબાઈલ એપ્લિકેશન્સની એક યાદી જાહેર કરી છે. સુરક્ષા દળોના આર્મી જવાનો અને અધિકારીઓને આ એપ્લિકેશન ન વાપરવાની સલાહ આપવામાં આવી છે.

ગુપ્ત એજન્સીઓએ આ મામલે કેટલાક દસ્તાવેજો પણ રજૂ કર્યાં છે. જો કે તેને કાયદાકીય રીતે રજૂ કરાયા નથી. જો કે આ દસ્તાવેજ પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહત્વના સાબિત થયા છે. આ દસ્તાવેજો 24 નવેમ્બરના છે. આ દસ્તાવેજમાં 42 મોબાઈલ એપ્લિકેશનનો ઉલ્લેખ છે.

આ દસ્તાવેજમાં લખવામાં આવ્યું છે કે, સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ચીની ડેવલોપર્સે એવા કેટલાક એપ્સ બનાવ્યા છે, જેમાં ચીની લિંક છે અને તેનાથી
ગેરકાયદેસર રીતે જાસૂસી કરી શકાય છે.

આ દસ્તાવેજમાં આર્મીના જવાનો અને અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે, તમે આ એપ્સનો ઉપયોગ કાર્યાલયોમાં કે અંગત મોબાઈલ પર ન કરો. આ એપને તરત જ અનઈન્સ્ટૉલ કરો અને સેલફોનને પણ ફોર્મેટ કરાવી દો. જમ્મુ કાશ્મીર પોલીસના મહાનિર્દેશક ડૉ. એસપી વૈદે જણાવ્યું હતું કે, આ વિશે તેમને કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

આ છે 40 એપ્સની યાદીઃ
વીબો, We chat, Share it, ટ્રૂ કૉલર, UC ન્યૂઝ, UC બ્રાઉઝર, બ્યૂટી પ્લસ, ન્યૂઝડૉગ, વીવા વીડિયો, આઈએનસી, પેરેલલ સ્પેસ, અપુસ બ્રાઉઝર, પરફેક્ટ કાર્પ, વાયરસ ક્લીનર, હાઈ સિક્યોરિટી લેબ, સીએમ બ્રાઉઝર, એમઆઈ કોમ્યુનિટી, ડ્યૂ રેકોર્ડર, વાલ્ટ બાઈડ, યુકૈમ મેકઅપ, એમઆઈ સ્ટોર, કેચક્લિનર ડ્યૂ પ્લસ, ડ્યૂ બેટરી સેવર, ડ્યૂ ક્લિનર, ડ્યૂ પ્રાઈવેસી, 360 સિક્યોરિટી, ડ્યૂ બ્રાઉઝર, ક્લિન માસ્ટર ચીતા મોબાઈલ, બૈડૂ ટ્રાન્સલેટ, બૈડૂ એપ, વંડન કેમેરા, ES ફાઈલ એક્સપ્લોરર, ફોટો વંડર, ક્યૂક્યૂ ઈન્ટરનેશનલ, ક્યૂક્યૂ મ્યૂઝિક, ક્યૂક્યૂ મેઈલ, ક્યૂક્યૂ પ્લેયર, ક્યૂક્યૂ ન્યૂઝફીડ, ક્યૂક્યૂ સિક્યોરિટી, સેલ્ફી સિટી, મેઈલ માસ્ટર, એમઆઈ વીડિયો કૉલ અને ક્યૂક્યૂ લૉન્ચર- આ તમામ એપ પ્રત્યે આર્મી જવાનોએ સાવધ રહેવાની જરૂર છે.

loading...

Leave A Reply

Your email address will not be published.