Categories: Ahmedabad Gujarat

RTEનાં ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાનાં ૪૧ સેન્ટર

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ૧પ૪૭ સ્કૂલોમાં ર૦ હજારથી વધુ બેઠક પર ધો.૧માં આરટીઇ હેઠળ પ્રવેશની કામગીરી આજથી શરૂ છે. આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ ધો.૧માં ખાનગી સ્કૂલોમાં રપ ટકા બેઠકો પર મફત પ્રવેશ આપવા માટે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાશે અને જિલ્લામાં રિસીવિંગ અને કાઉન્સિલિંગ માટે સેન્ટર બનાવાયાં છે.

૮ મે સુધી વાલીઓ નક્કી કરેલાં રિસીવિંગ સેન્ટર પર ફોર્મ જમા કરાવી શકશે. સેન્ટરો પર ૯ મે સુધી ફોર્મ રિજેક્ટ કે અેપ્રૂવ કરવામાં આવશે, જ્યારે ૧૦ મે સુધી ડીઈઓ દ્વારા ફોર્મ અેપ્રૂવ કે રિજેક્ટ કરાશે. પ્રથમ રાઉન્ડ ૧૪મીએ યોજાશે અને સ્કૂલમાં ડોક્યુમેન્ટ જમા કરાવવા રર મે સુધી તેમજ ત્યારબાદ બીજો રાઉન્ડ ર૮ મેએ યોજાશે.

આરટીઇમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ પહેલાં www.rtegujarat.org વેબપોર્ટલ પર પ્રવેશફોર્મ ભરવાં પડશે.વેબપોર્ટલ પર અરજી સાથે કયા આધાર-પુરાવા રજૂ કરવાના છે તેની તમામ માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઓનલાઇન પ્રવેશફોર્મ ૧૯ એપ્રિલથી પ મે સુધી ભરી શકાશે.

ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર-પુરાવા જોડીને નજીકના ‌િરસીવિંગ સેન્ટર પર જાહેર રજાઓ સિવાય કચેરીના કામકાજના સમયગાળામાં જમા કરાવવાનાં રહેશે.

આરટીઇમાં પ્રવેશફોર્મ જમા કરાવવા માટેનાં
‌િરસીવિંગ સેન્ટરની યાદી
દીવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા, પાલડી
ઉન્નતિ વિદ્યાલય, પાલડી
શિવ પ્રાથમિક શાળા, વાસણા
ફોરમ પ્રાથમિક શાળા, અસારવા
કે.એસ.એમ.એસ. પ્રાથમિક શાળા, શાહીબાગ
એ.પી.જી. ઈં‌િગ્લશ સ્કૂલ, કુબેરનગર
ધી એમ.એસ.એમ. હાઈસ્કૂલ-મરાઠી, નરોડા રોડ
એન.કે. પ્રાથમિક શાળા, સરસપુર
ઉમા શિક્ષણતીર્થ, નરોડા
નવયુગ વિદ્યાલય, નરોડા
ધ એવરગ્રીન હાઈસ્કૂલ, સરદારનગર
શ્રીજી પ્રાથમિક શાળા, ઠક્કરનગર
સાકેત હિન્દી હાઈસ્કૂલ, સૈજપુરબોઘા
સ્વામિનારાયણ હાઈસ્કૂલ, મણિનગર
ગુરુકૃપા વિદ્યાલય, અમરાઈવાડી
એમ.એસ. પબ્લિક સ્કૂલ, દાણીલીમડા
રાજારામ વિદ્યાલય, વટવા
મહાવીર હા. સે. વિદ્યાલય, ઇસનપુર
શાહપુર બાળવિકાસ પ્રાથમિક શાળા, દિલ્હી દરવાજા
ઘનશ્યામ પ્રાથમિક શાળા, સુભાષબ્રિજ
ધર્મનગર પ્રાથમિક શાળા, સાબરમતી
કૃષ્ણકાંત પ્રાથમિક શાળા, નવા વાડજ
એલ.કે.એમ.એચ. હિન્દી હાઈસ્કૂલ, નવા વાડજ
નેશનલ હાઈસ્કૂલ, નારણપુરા
નવરંગ પ્રાથમિક શાળા, નવરંગ છ રસ્તા
મંગલ વિદ્યાલય, મીઠાખળી ગામ
ઉદ્ભવ વિદ્યામંદિર, નવા બાપુનગર
રખિયાલ મ્યુનિ. ઉર્દૂ મા. શાળા, રખિયાલ
શાંતિનિકેતન હાઈસ્કૂલ, અમરાઈવાડી
ધી ડેમોક્રેટિક ઉ. મા. શાળા, મણિનગર (પૂર્વ)
ભગવતી બલ્લુભાઈ હાઈસ્કૂલ, હાથીજણ
દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ, કાંકરિયા
ધ ‌િસટી હાઈસ્કૂલ, ખાડિયા
પંડિત નહેરુ હાઈ., બહેરામપુરા
અંજુમન ઇસ્લામ પ્રા. શાળા, કાલુપુર
વિશ્વભારતી બાલ વિદ્યાલય, શાહપુર
આઈ.પી.મિશન પ્રા. શાળા, રાયખડ
આર.સી. સરકારી સ્કૂલ, દિલ્હીચકલા
રાહે ખેર પ્રા. શાળા, જમાલપુર
અમરજ્યોત હાઈસ્કૂલ, મેઘાણીનગર
ધી એમ.એસ.એમ. હાઈસ્કૂલ,ગોમતીપુર

divyesh

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

4 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

5 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

6 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

7 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

8 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

9 hours ago