ATKTવાળાને મુશ્કેલી : 3 સેમેસ્ટર પાસ કર્યા બાદ જ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેરી ફોરવર્ડ સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. હવે એટીકેટી મેળવનારા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે.. જેમા અંડર ગ્રેજ્યુએટમાં ત્રણ સેમેસ્ટર ક્લિયર કરનાર વિદ્યાર્થીઓ પાંચમાં, જ્યારે ચોથા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનારા વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટર સુધીની પરીક્ષા આપી શકશે.

પોસ્ટ ગ્રેજ્યુએટમાં પહેલા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનાર વિદ્યાર્થી ત્રીજા જ્યારે બીજા સેમેસ્ટરની પરીક્ષા ક્લિયર કરનારા વિદ્યાર્થી ચોથા સેમેસ્ટરની પરીક્ષા આપી શકશે. સેમેસ્ટર પ્રથા આવ્યા બાદ અત્યાર સુધી 1 થી 5 સેમેસ્ટર ક્લિયર ન થયા હોય તો પણ વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટરમાં પહોચી જતા હતા.

બાદમાં એક સાથે 10 થી 12 જેટલી પરીક્ષાઓ આપવી પડતી હતી જેની અસર ડ્રોપ આઉટ રેશિયો તેમજ ફાઈનલ રીઝલ્ટ પર પણ જોવા મળતી હતી. આ બધી બાબતોને ધ્યાને લઈને યુનિવર્સીટી દ્વારા કેરી ફોરવર્ડ સીસ્ટમ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

You might also like