3G મોબાઇલ યુઝર્સ માટે ખુશખબર, રિલાયન્સ 4G સીમ ચાલશે 3G ફોનમાં

નવી દિલ્હી: તાજેતરમાં માર્કેટમાં રિલાયન્સ JIOના કાર્ડની વધારે માંગ છે કારણે કે રિલાયન્સ JIO અન્ય મોબાઇલ ઓપરેટર કંપની કરતા ફ્રી સર્વિસ અને સારું નેટવર્ક આપે છે. પહેલા રિલાયન્સ JIO 4G કાર્ડના વપરાશ માટે ફરજિયાત 4G ફોનની જરૂરિયાત પડતી હતી. જો તમે 4Gનું સીમ જો તમે 3G ફોનમાં યુઝ કરશો તો તમને ફોનમાં સિગ્નલ બાર એટલે કે તમને ટાવર દેખાશે નહીં. પરંતુ 3G સ્માર્ટ ફોનના યુઝર્સ માટે ખુશખબર જણાવી દઇએ કે તમે પણ 3G ફોનમાં 4Gનું સીમ કાર્ડ યુઝ કરી શકશો.

યુઝ કરવા માટેની એક રીત તમને જણાવી દઇએ. કઇ રીતે તમે 4Gનું કાર્ડ યુઝ કરી શકશો. 3G ફોનના પ્લે સ્ટોરમાં જઇને તમારે સૌપ્રથમ MTK Engineering નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એક એવી એપ્લિકેશન છે જેના થકી તમે 3G ફોનમાં 4Gનું કાર્ડ યુઝ કરી શકશો.

જો તમારે 4Gનું કાર્ડ 3G ફોનમાં યુઝ કરવું હોય તો તમારે માત્ર 5 સ્ટેપને અનુસરવું પડશે. પણ આ સ્ટેપને અનુસરો પહેલા તમારો 3G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 4.4 કિટકૈટ વર્ઝન અથવા તેના કરતા ઉપરનું વર્ઝન હોવું જરૂરી છે અને સાથેસાથે તમારો ફોનનું પ્રોસેસર મીડિયાટેક ચિરસેટ સાથે સંકળાયેલુ હોવું જોઇએ.

રિલાયન્સ JIO 4G સીમ કાર્ડને 3G ફોનમાં શરૂ કરવાની રીતઃ-

– સૌપ્રથમ તમારા સ્માર્ટ ફોનમાંથી MTK Engineering App ઇંસ્ટોલ કરો. આ એપ્લિકેશનને સર્વિસ મોડ નામે પણ જાણી શકાય છે.
– ત્યાર બાદ આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની રહેશે. તેમા તમારે સ્માર્ટફોનનો સ્પેસિફિક કોડ નાખવાનો રહેશે.
– ત્યાર બાદ MTK સેટિંગ્સ પર ક્લીક કરવાનું રહેશે. ત્યારબાદ Preferred Network ઓપ્શનને સિલેક્ટ કરવું.
– નેટવર્ક મોડમાં જઇ તમારે 4G LTE,WCDMA અથવા GSM સિલેક્ટ કરવું.
– સેટિંગ્સને તમારા ફોનમાં સેવ કર્યા બાદ તમારા ફોનને બંધ કર્યા બાદ ફરીથી સ્વિચ ઓન કરો.
– અંતે તમારા 3G સ્માર્ટફોનમાં રિલાયન્સ JIOનું 4G સીમ કાર્ડ એક્ટીવ થઇ જશે અને ત્યારબાદ તમે તમારું કામ શરૂ કરી શકશો.

You might also like