Categories: Dharm

જગત જનની મા અંબાનો પ્રાદુર્ભાવ

જગત જનની મા અંબાને આદ્યશક્તિ કહેવાય છે. નવરાત્રિના નવ દિવસ સુધી સાધકો તેમની સાધના કરી તેમની પ્રસન્નતા મેળવવાના શક્ય એટલા તમામ પ્રયત્ન આદરે છે. મા અંબાને લગભગ દરેક હિંદુ માનતો હોય છે. જીવ સૃષ્ટિની ક્ષુધા તૃપ્ત કરવા મા અંબાએ પ્રગટ થઇ વિવિધ શાકભાજી તથા ફળફળાદિ ઉત્પન્ન કર્યાં. આથી તેઓનું એકનામ શાકંભરી દેવી પણ છે.
એકાવન શક્તિપીઠમાં જેની મુખ્ય ગણના થાય છે તે જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ગબ્બરનું સ્થાન સેંકડો શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનું ગણાય છે, કારણ કે અહીં મા ભવાનીના હૃદયનો ભાi પડ્યો છે. તેથી ગબ્બરનો પર્વત હૃદય આકારનો દેખાય છે.

આબુથી અંબાજી અર્બુદાચલ (આરાસુર) અરણ્ય ગણાતું હતું. અહીં મહિષાસુરના મહાત્રાસથી ઋષિ મુનિઓ સહિત દેવતાઓ પણ ખૂબ ત્રાસી ગયા હતા, જેને કારણે મા અંબાએ પ્રગટ થઇ મહાદાનવ મહિષાસુરનો સંહાર કર્યો. તેથી તેઓ મહિષાસુર મર્દિની કહેવાયાં. તે જ રીતે માતાજીનું એક સ્વરૂપ શાકંભરી માતાજી તરીકે પ્રસિદ્ધ થયું છે. જે દિવસે મા અંબા પ્રગટ થયાં તે દિવસ પોષ સુદ પૂનમ હતો. આથી પોષી પૂનમને મા અંબાનો પ્રાગટ્ય દિવસ પણ કહેવાય છે.

આરાસુરમાં અંબાજીનું ઘણું જ પ્રખ્યાત મંદિર આવેલું છે. આ મંદિર સમુદ્ર સપાટીથી ૪૮૦ મીટરની ઊંચાઇએ આવેલું છે. તે સ્થળને આરાસુરી અંબાજી કહેવાય છે. પહેલાં અહીં નાનું મંદિર હતું, પરંતુ હવે અહીં નવું વિશાળ મંદિર બન્યું છે. મંદિરના શિખર ઉપર સાત ફૂટ ઊંચો અને ચાર ફૂટનો ઘેરાવો ધરાવતો આશરે ૪૦૦૦ કિલો વજનવાળો આરસપહાણનો કળશ છે. અંબાજીના મંદિરમાં કોઇ મૂર્તિ નથી, પરંતુ એક ગોખમાં ચૂંદડી સહિત કેટલાંક વસ્ત્રાલંકાર એવી રીતે ગોઠવવામાં આવે છે કે જોનારને મા અંબા સિંહ ઉપર બેઠેલાં હોય તેમ જ લાગે.
શાકંભરી સ્તવન ધ્યાયંજપન સંપૂજ્જયન્નમન્
અક્ષય્યમશ્નુતે શીઘ્રમન્નપાનાદિ સર્વશઃ ।।૧૬।।
અર્થાત્, જે મનુષ્ય શાકંભરી અર્થાત્ મા અંબાનું સ્તવન કરે છે, તેનું ધ્યાન કરે છે, તેનો જપ કરે છે, તેની પૂજા કરે છે અને તેને નમન કરે છે તેન તરત જ અન્ન, પાન વગેરે સર્વ પ્રકારનાં ફળ ભોગવવાં મળે છે.

શક્તિપૂજા આપણી સંસ્કૃતિનું એક ઉજ્જવળ અંગ છે. શક્તિની ઉપાસનાએ આપણે ત્યાં જેમ સંતો, મહાત્માઓ અને યોગીઓ જન્મ્યા છે તેમ એણે આપણે ત્યાં વીરો અને વિધાયકો પણ સર્જ્યા છે. વેદમાં જે શક્તિ રુદ્રને ધનુષ્ય ચલાવતી દર્શન આપે છે તે જ શક્તિ પુરાણમાં અસુરોને સંહારતી જણાય છે અને તે જ પાછી પ્રત્યક્ષ જીવનમાં કોઇ શ્રીરામકૃષ્ણ પરમહંસમાં કે કોઇ શિવાજીમાં પ્રસાદ પરિમલ મહેકાવે છે.

આમ, શક્તિપૂજા અત્યંત પ્રાચીન છે. તેમ તેની પરંપરા અસ્ખલિત અને અમાપ છે. ફૂલ જેવી કોમલાંગી હાથમાં ખડગ લઇને રિપુદલને વારે અને સમસ્ત જતનો ભાર ઉતારે એ કલ્પના પણ સત્ય હકીકત છે. નારી નારાયણી છે. એટલું જ નહીં પણ એ શક્તિ વિના શિવ શવ જેવા છે. જીવનમાં આ શક્તિની ઉપાસના કોમળ હોય, તેમ કરાલ પણ હોય. આથી હિમગિરિનાં શિખર ઉપર બિરાજતાં જગદંબા કાલરાત્રિ બને છે, પણ તેમની કરાલતામાં પણ ભારોભાર કોમળતા છે. જગતના હિતનું કારણ છે.

દેવીભક્તોને માટે શાસ્ત્રોમાં આજ્ઞા છે કે, “તારે જો તારા આત્માનું કલ્યાણ જોઇતું હોય તો તારે તારી સ્ત્રીની કે કોઇ પણ સ્ત્રીની નિંદા ન કરવી. તેને પ્રહાર ન કરવો. તેની સાથે કુટિલતા ન આદરવી. તેમજ તેને કદી પણ અપ્રિય લાગે તેવાં વચન ન કહેવાં, કેમ કે સ્ત્રી એ શક્તિ છે. જગદંબા છે. ચંડીપાઠમાં જગદંબાનું ગાન છે. જગદંબાએ જ ક્રિડાઓ કરી છે, જે યુદ્ધવિલાસ કર્યા છે તે સઘળાંનું વર્ણન ચંડીપાઠમાં છે.

એક અદ્ભુત પ્રયોગઃ
મા જગદંબાનાં ૩૨ નામ છે. જે નામ લેવાથી શત્રુથી પીડાતો મનુષ્ય નિર્ભય થાય છે. દુર્ભેદ બંધનમાં પડેલો ત્વરિત મુક્તિ મેળવે છે. જો રાજ્ય તરફથી દેહાંતદંડ કે મહાભયંકર શત્રુઓએ માથા ઉપર ખડગ ઉગામ્યાં હોય અથવા અચાનક સામે વાઘ કે સિંહ આવી ઊભા હોય ત્યારે મનુષ્યે આ ૩૨ નામનો ૧૦૮ વખત જપ કરવાથી તત્કાળ મુક્ત થવાય છે. જરૂર છે સાચી શ્રદ્ધાની.

નામઃ દુર્ગા, દુર્ગાતિશમની, દુર્ગાપદ્િવનિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગસાધિની, દુર્ગનાશિની, દુર્ગતોદ્ધારિણી, દુર્ગનિહન્ત્રી, દુર્ગમાપહા, દુર્ગમજ્ઞાનદા, દુર્ગદૈત્ય, લોકદાવાનલા, દુર્ગમા, દુર્ગમાલોકા, દુર્ગમાત્મસ્વરૂપિણી, દુર્ગમાર્ગપ્રદી, દુર્ગમવિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમજ્ઞાનસંસ્થાના, દુર્ગમધ્યાનભાસિની, દુર્ગમોહા, દુર્ગમગાલોકા, દુર્ગમાર્થસ્વરૂપિણી, દુર્ગમાસુરસંહન્ત્રી, દુર્ગમાયુધધારિણી, દુર્ગમાંગી, દુર્ગમતા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગભામા, દુર્ગમા, દુર્ગદારિણી.•

divyesh

Recent Posts

બિગ બોસ: અનૂપ જલોટા કલાસિક રિયાઝમાં, જસલીન ‘ચલતી હે ક્યા નૌ સે બારાહ’ ગાતા જોવા મળી

બિગબોસમાં પોતાને ભજન સમ્રાટ અનૂપ જલોટાની શિષ્યા તેમજ પાર્ટનર બતાવીને આવેલ જસલીન રિયાઝ કરવાને બદલે મસ્તી કરતી જોવા મળી. શૉના…

15 mins ago

વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસ, ભાજપ દ્વારા ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા આદેશ

આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે સરકાર 6 સરકારી વિધેયક રજૂ કરશે. વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. સવારે 9.30થી…

1 hour ago

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

10 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

11 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

12 hours ago