Categories: Gujarat

સ્માર્ટ સીટી માટે અમદાવાદનો નંબર લાગશે?

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્માર્ટ સિટી મિશન’ પ્રોજેક્ટ હેઠળ અાજે દેશના પ્રથમ વીસ સ્માર્ટ સિટીની જાહેરાત થવાની છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા થનારી જાહેરાતથી અમદાવાદમાં પણ ઉત્સુકતા છવાઈ છે. અા વીસ સ્માર્ટ સિટીમાં અમદાવાદનો નંબર લાગશે કે કેમ તે અંગે સામાન્ય નાગરિકોમાં પણ અનેક પ્રકારની અટકળો થવા લાગી છે.

ગત તા. ૨૫ જૂન ૨૦૧૫અે ભાજપ શાસિત એનડીઅે સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટના અમલીકરણની જાહેરાત કરાઈ હતી. સ્માર્ટ સિટી મિશન હેઠળ કેન્દ્ર સરકાર સમક્ષ દેશના ૯૭ શહેરોની દરખાસ્ત મળી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, દાહોદ સહિત ગુજરાતના છ શહેરોનો પણ સમાવેશ થાય છે.

અાજે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ૯૭ શહેરની દરખાસ્તો પૈકી અાજે ૨૦ શહેરના નામની સ્માર્ટ સિટી માટે જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી અા વીસેવીસ શહેરોને અાગામી પાંચ વર્ષ સુધી રૂ. ૧૦૦ કરોડની ગ્રાંટ અપાશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ વાડજ વિસ્તારમાં ગાંધીઅાશ્રમના વિસ્તારને સ્પેશિયલ અેરિયા બેઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત બનાવવાનું અાયોજન કરાયું છે. જેનું ક્ષેત્રફળ અાશરે ૫૫ હેક્ટર જેટલું થાય છે. અા ઉપરાંત અાશરે ૨.૬૩ લાખ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી નવા વાડજની રામાપીર વસાહતને ટિ-ડેવલપમેન્ટ કરાશે.

અા વસાહત માટે રસ્તા, બગીચા તેમજ અન્ય હેતુઅો માટે અંદાજિત ૧.૧૬ લાખ ચો.મી. જગ્યાનો ઉપયોગ કરાશે અને બાકીની જગ્યામાં પીપીપી ધોરણે હયાત ૬૨૭૦ ઝૂંપડાઅોના સ્થાને પાકા મકાન બનાવાશે. જેની અંદાજિત પ્રોજેક્ટ કોસ્ટ રૂ. ૫૦૦ કરોડની છે. મ્યુનિ. સત્તાવાળાઅોઅે સ્માર્ટ ટ્રાન્સઝીટ હેઠળ નાગરિકો માટે બીઅારટીઅેસ, એએમટીઅેસ, એસટી તથા મેટ્રો રેલવે માટે કોમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમ, અા તમામ જાહેરાત પરિવહનની સેવાઅોના સંદર્ભમાં નાગરિકો માટે મોબાઈલ અેપનું અાયોજન હાથ ધર્યું છે.

સામ તો કોર્પોરેશનના સ્માર્ટ સિટીના મોડલ પ્રોજેક્ટ માટે કેન્દ્રની દર વર્ષની રૂ. ૧૦૦ કરોડની ગ્રાંટ સાવ અોછી જ પડશે એટલે મ્યુનિ. સત્તાવાળાઅો તમામ સ્માર્ટ સિટીના તમામ નિર્ધારિત પ્રોજેક્ટ પાર પાડવા વધારાના રૂ. ૪૦૦-૫૦૦ કરોડની જરૂર પડશે. રાજ્ય સરકારની ગ્રાંટ અથવા તો મ્યુનિ. તિજોરીમાંથી અા વધારાના નાણાની વ્યવસ્થા શહેરના સત્તાધીશોને કરવી પડશે. જોકે અામાં સૌથી મોટાે યક્ષપ્રશ્ન છે, શું અાજે કેન્દ્ર સરકાર અમદાવાદના નામની જાહેરાત કરશે? દરમિયાન ઇ-ગવર્નન્સ વિભાગનો હવાલો સંભાળતા અાસિ. કમીશનર રમ્ય ભટ્ટ કહે છે કે કોર્પોરેશને લોગો, ટેગલાઈન અને નિબંધ અંગેની સ્પર્ધા યોજી હતી.

divyesh

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

56 mins ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

1 hour ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

1 hour ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

1 hour ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago