Categories: News

શહેર ભાજપ પ્રમુખની વરણી બાબતનું કોકડું ગુંચવાયું

અમદાવાદ : ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદના ભાજપના શહેર પ્રમુખનો હોદ્દો સ્વાભાવિકપણે મોભાદાર છે. કેમકે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને અમદાવાદ કોર્પોરેશનમાં શાસન ભાજપનું છે. જોકે શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં શહેર પ્રમુખ થવા માટે મહત્વાકાંક્ષીઓમાં જબ્બર સ્પર્ધા જામી છે. પરિણામે શહેર ભાજપ પ્રમુખનું કોકડું ગુંચવાયું છે. હાલના પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહની ટર્મ પૂર્ણ થઇ હોય તેમની વિદાય નિશ્ચિત છે.

તાજેતરમાં સંપન્ન થયેલી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં રાકેશ શાહની પ્રદેશ હાઇકમાન્ડે થોડીઘણી ઉપેક્ષા કરી હતી. શહેર પ્રભારી અને પક્ષના ઉપાધ્યક્ષ આઇ. કે. જાડેજાએ ચૂંટણી દરમ્યાન પક્ષની પૂર્ણપણે કમાન સંભાળી હતી. શહેર મહામંત્રી જે. જે. પટેલ પણ ચર્ચાસ્પદ બન્યા હતા. એટલે ચૂંટણીના સમયગાળામાં શહેર પ્રમુખની કામગીરી વિવાદોમાં રહી હતી. હવે નવા શહેર પ્રમુખની પસંદગીનો મામલો પણ વિવાદોમાંઆવ્યો છે.

આમ તો શહેર ભાજપમાં આજથી સંરચનાનું કામ હાથ પર લેવાનું હતું. આજે અને આવતીકાલ એમ બે દિવસમાં શહેરના તમામે તમામ ૪૮ વોર્ડના પ્રમુખની વરણી કરી દેવાની હતી. જોકે શહેર પ્રમુખ બનવા માટે મહત્વાકાંક્ષીઓમાં અંદરખાનેથી હોડ જામી હોઇ પ્રદેશ હાઇકમાંડનો કાર્યક્રમ ખોરવાઇ ગયો છે. હજુ સુધી એક પણ વોર્ડમાં પ્રમુખની સર્વસંમતિથી પસંદગી કરી શકાઇ નથી. જે-તે વોર્ડમાં પ્રમુખની વરણી બાબતે બેઠકના દોર ચાલે છે, પરંતુ કોઇ એકના નામ પર સર્વસંમતિના મામલે કોઇ પ્રગતિ થઇ નથી.

જેના કારણે શહેર ભાજપની સંરચનાની કામગીરી અટવાઇ પડી છે. હવે સંરચના માટે પ્રદેશ હાઇકમાંડની નવી તારીખની પ્રતિક્ષા થઇ રહી છે. જો આવતીકાલે નવી તારીખ જાહેર થશે તો નવા કાર્યક્રમ મુજબ પહેલા તમામે તમામ ૪૮ વોર્ડના પ્રમુખની સર્વસંમતિથી પસંદગી કરવા માટે શહેર સ્તરની બેઠકોના દોર યોજાશે.

પક્ષના બંધારણ મુજબ નવા શહેર-પ્રમુખની વરણી કરવા કુલ વોર્ડ ૪૮ વોર્ડ પૈકી ૬૦ ટકા વોર્ડમાં વોર્ડપ્રમુખ હોવા જરૃરી છે. જો આ મામલે શહેર ભાજપની સંરચના ટીમને નિષ્ફળતા મળશે તો રાકેશ શાહની ટર્મ આપોઆપ લંબાઇ જશે. જોકે ભાજપ જેવા શિસ્તબદ્ધ પક્ષમાં વોર્ડપ્રમુખ માટે પણ અંદરોઅંદર સ્પર્ધાત્મક માહોલ મળતાં છેક ગાંધીનગર સુધી આની ગંભીરતાથી નોંધ લેવાઇ છે.

Navin Sharma

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

4 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

4 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

5 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

7 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

8 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

8 hours ago