25 મહિલા કેદીઓને મળ્યો એવોર્ડ

કેન્દ્રિય મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા દેશની અલગ અલગ જેલમાંથી 25 મહિલા કેદીઓને “તિનકા તિનકા બંદિની એવોર્ડ 2016”થી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ જેલની વ્યવસ્થાને સુધારવામાં જે મહિલા કેદીઓનું યોગદાન મહત્વનું રહ્યું છે તેમને આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશની જેલમાં સજા કાપી રહેલી મહિલાને જૈવિક ખેતી અને જેલની જમીન પર ખેતી કરવા અંગે એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ગુજરાતની રમીલાબેન પંચાલને નર્સના રૂપમાં સેવાઓ આપવા માટે પૂરસ્કાર આપવામાં આવ્યો છે.

ગાજિયાબાદની ડાસના જેલમાં બંધ ડોક્ટર નૂપુર તલવારને કેદીઓના દાંતના ઇલાજ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. ડોક્ટર નૂપુર પોતાની દીકરીની હત્યાના આરોપ સર જેલમાં સજા કાપી રહી છે. એવોર્ડના લિસ્ટમાં સૌથી વ્યસ્ક 83 વર્ષની સકીના બેગમ મહેમૂદ છે. લખનઉની જેલમાં ઉમરકેદની સજા ભોગવી રહેલી સકીના ક્રોશિઇનું કામ કરે છે. તેમણે તેમના હુનરથી અન્ય સાથીઓને પણ આ કલા શીખવી છે. રાજસ્થાનની ભીવંડી જેલમાં બંઘ 65 વર્ષીય જીતનને પ્રૌઢ શિક્ષામાં આપેલા યોગદાન બદલ સન્માનિત કરવામાં આવી છે. આ પુરસ્કારની શરૂઆત જેલ સુઘાર કાર્યકર્તા ડો. વર્તિકા નંદાએ કરી હતી. આ એવોર્ડ આ વખતે પહેલી વખત આપવામાં આવ્યા છે. હાલ 18 હજારથી પણ વધારે મહિલાઓ વિવિધ જિલ્લામાં કેદ છે.

You might also like