આંધ્ર પ્રદેશમાં સર્જાઇ મોટી દુર્ઘટના, ગોદાવરી નદીમાં હોડી ડૂબતાં 23 લાપતા

વિજયવાડાઃ આંધ્રપ્રદેશમાં મંગળવારનાં રોજ સાંજનાં યાત્રિઓથી ભરેલ એક હોડી ગોદાવરી નદીમાં ડૂબતા લોકો ગુમ થઈ ગયા હોવાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. એવું કહેવામાં આવે છે કે મંગળવારે સાંજે આંધ્રપ્રદેશનાં રાજમુંદરી જિલ્લામાં 40 મુસાફરોને લઇ જઇ રહેલ એક બોટ ગોદાવરી નદીમાં તૂટી ગઈ છે, જેનાં પછી તેમાં સવાર 23 લોકો ગુમ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે ગોદાવરી નદીમાં ડૂબી ગયેલી હોડી પોલીવરામ વિસ્તારથી આશરે 40 મુસાફરોને લઇ જઇ રહી હતી. તે જ સમયે એકાએક 23 લોકો આ અકસ્માતને કારણે ગુમ થઇ ગયાં. જ્યારે સ્થાનિક લોકો અને ખલાસીઓની મદદથી બાદમાં 17 લોકોને તો બચાવી લેવામાં આવ્યાં હતાં. આ બનાવની માહિતી મળ્યાં બાદ રાજમંદુરીનાં તમામ અધિકારીઓ અને રાહત ટીમ ઘટના સ્થળ પર મોકલી દેવામાં આવી હતી.

CM ચંદ્રબાબુએ પ્રશાસન પાસેથી માંગ્યો રિપોર્ટઃ
ત્યાં જ રાજ્યનાં CM ચંદ્રબાબુ નાયડુ અને ગૃહમંત્રી સી. રાજપ્પાએ પણ આ મામલે રિપોર્ટ આપ્યો છે. એવું જણાવાઇ રહ્યું છે કે CM ચંદ્રબાબુ નાયડુ દ્વારા રાજમુંદરી જિલ્લામાં થયેલ દુર્ઘટના બાદ રાહત કાર્યોમાં તેજી લાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. જ્યાર બાદ પોલીસ, એનડીઆરએફ અને જિલ્લા પ્રશાસનની ટીમે લાપતા લોકો માટેની શોધખોળમાં લગાવી દેવામાં આવ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

3 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

3 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

4 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

4 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

4 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

5 hours ago