Categories: India

ડોક્ટર બન્યા હેવાન, 2200 મહિલાઓના ગર્ભાશય કાઢી લેવામાં આવ્યા

બેંગ્લોર : કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી 635 કિલોમીટર દૂર કુલબર્ગીમાંથી એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કુલબર્ગીમાં પૈસાની લાલચમાં ડોક્ટરોએ એવું કામ કરી દીધુ, જેના કારણે કેટલીય મહિલાઓનું જીવન બરબાદ થઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર 2200 ગરીબ મહિલાઓનું ઓપરેશન કરી તેમનું ગર્ભાશ કાઢી લેવામાં આવ્યા છે. અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર મહિલાઓની નાની નાની બિમારીઓ, જેમ કે પેટનાં દુખાવા જેવા રોગો પર પણ ડોક્ટરોની તરફથી જણાવવામાં આવ્યું કે તેમનાં ગર્ભાશયમાં સંક્રમણ છે, જેના કારણે તેમનું ઓપરેશન કરવું પડશે.

આ રેકેટનો ખુલાસો ઓગષ્ટ 2015માં થઇ ગયા હતા. સ્વાસ્થય વિભાગની તપાસમાં તે વાત સામે આવી કે લાઇસન્સ રદ્દ થયા બાદ પણ કુલબર્ગીનાં તમામ હોસ્પિટલમાં આ કામ ચાલુ હતું. વિભાગની તરફથી જમા કરાવાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જે મહિલાઓ, આ ડોક્ટરોનો શિકાર થઇ છે, તેમાંથી મોટા ભાગનાં લોકોને પીઠ અને પેટમાં દુખાવાની ફરિયાદ હતી.

રિપોર્ટમાં કહેવાયું કે ડોક્ટરે મહિલાઓના અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી દવા દીધા બાદ જણાવ્યું કે ગર્ભાશયમાં સંક્રમણ છે. જો ઓપરેશન નહી કરવામાં આવે તો તેમને કેન્સર થઇ શકે છે. એવામાં મહિલાઓ કેન્સરની વાત સાંભળીને ગભરાઇ હતી.

રિપોર્ટમાં કહેવાયું કે મહિલાઓ આ રેકેટનો શિકાર બની તે ગરીબ તો છે જે સાથે જ તમામની ઉંમર 40થી ઓછી પણ છે. આ વાતનો ખુલાસો પણ થયો કે એક સરકારી ડોક્ટરનાં નામે નોંધણી વાસવા હોસ્પિટલ પણ આમા સંડોવાયેલી હતી.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago