ICC એવોર્ડઃ ઓસ્ટ્રેલિયા, આફ્રિકન ક્રિકેટરોનો સપાટો

નવીદિલ્હી: ઓસ્ટ્રેલિયન અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટરો માટે મોટો દિવસ રહ્યો છે. કારણ કે, મોટાભાગના ઇન્ટરનેશનલ ક્રિકેટ એવોર્ડ આ બંને દેશોના ખેલાડીઓ મેળવી લીધા છે. આઈસીસી વાર્ષિક એવોર્ડમાં આ બંને દેશોના ખેલાડીઓએ જોરદાર સપાટો બોલાવ્યો છે. વર્ષ ૨૦૧૫ના આઈસીસી ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે જીતી લીધો છે. તે પણ રિકી પોન્ટિંગ અને મિચેલ જોનસનની જેમ આગળ વધી રહ્યો છે.

રિકી પોન્ટિંગ વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭, મિચેલ જોનસને ૨૦૦૯-૧૪, માઇકલ ક્લાર્કે ૨૦૧૩માં આઈસીસી ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ જીત્યો હતો. વર્ષ ૨૦૦૪માં આ એવોર્ડની શરૃ કરવામાં આવી હતી. સ્મિથે આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ દ યરનો પણ એવોર્ડ જીતી લીધો છે. દક્ષિણ આફ્રિકન કેપ્ટન ડિવિલિયર્સે સતત બીજા વર્ષે આઈસીસી વનડે ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ જીતી લીધો છે. તે ૨૦૧૦માં પણ આ એવોર્ડ જીતી જવામાં સફળ રહ્યો હતો. દક્ષિણ આફ્રિકાના અન્ય એક સ્ટાર ખેલાડી ડુપ્લેસિસે આઈસીસી ટ્વેન્ટી-૨૦ પરફોર્મન્સ ઓફ યરને એવોર્ડ જીતી લીધો છે.

વિન્ડિઝ સામે હાલમાં જ પ્લેસિસે શાનદાર સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોસ હેઝલવુડે ઇમર્જીંગ ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ જીતી લીધો છે. ખુર્રમ ખાને આઈસીસી એસોસિએટ્સ ક્રિકેટર ઓફ દ યરનો એવોર્ડ મેળવ્યો છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન બ્રેડન મેક્કુલમે સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ હાંસલ કર્યો છે. આઈસીસી દ્વારા જુદા જુદા વર્ગમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. મોટાભાગે ઓસ્ટ્રેલિયન, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરોએ સપાટો બોલાવ્યો છે. મોટા એવોર્ડમાં ભારતીય ખેલાડીઓ દેખાયા નથી. આઈસીસી એવોર્ડ કાર્યક્રમની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે. અખબારી યાદી મારફતે તમામ ખેલાડીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આઈસીસી દ્વારા જે વિજેતા ખેલાડી જાહેર કરવામાં આવ્યા છે તેમાં સ્ટીવ સ્મિથ સૌથી મોટા એવોર્ડમાં સૌથી આગળ રહ્યો છે.

આઇસીસી એવોર્ડનું કેવી રીતે થાય છે સિલેકશન
આઇસીસી દ્વારા ૨૦૧૫ ના વાર્ષિક એવોર્ડની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ ટી-૨૦, વન-ડે, ટેસ્ટ પ્લેયર, ઇમર્જીંગ ક્રિકેટર, એસોસીએટ એફિલએટ ક્રિકેટર સહિતના એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. કેવી રીતે થાય છે સિલેકશન એ જાણો :

(૧) ક્રિકેટ વર્લ્ડના ટોપ પૂર્વ ક્રિકેટરો, મીડિયા મેમ્બર્સ, આઇસીસી અમ્પાયર્સ, મેચ રેફરી અને આઇસી ક્રિકેટ કમીટીના મેમ્બર્સ વિનરોનું સિલેકશન કરે છે. (૨) ત્રણથી એક રે‌ન્કિંગના આધારે વોટીંગ અપાય છે. (૩) ખેલાડીઓની સિલેકશન પેનલમાં અનિલ કુંબલે, ફલેમીંગ, રસેલ આર્નોલ્ડ, જોનાથન એગ્ન્યુ, પુત્રી ટિમર સામેલ હતા. (૪) સ્પીરીટ ઓફ ધ ક્રિકેટ એવોર્ડ માટે ૧૦ ટેસ્ટે રમનારા કેપ્ટન, આઇસીસી એલીટ પેનલના અમ્પાયર્સ અને મેચ રેફરી વોટ કરે છે. (૫) બેસ્ટ અમ્પાયર્સના એવોર્ડ માટે ટેસ્ટ રમનારા ૧૦ કેપ્ટન અને મેચ રેફરી વોટ કરે છે.

You might also like