Honda Activa 5Gને ટક્કર આપશે Yamahaનું ફસીનોનું આ નવું મોડલ!

યામાહા ફસીનો ઓટોમૈટિક સ્કૂટરનું 2018 એડિશન મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. યામાહા કંપની હોન્ડા એક્ટિવાના હાલમાં ઓટો એકસ્પોમાં રજૂ કરવામાં આવેલા 5જી સ્કૂટરની સરખામણીએ લાવશે. એકટિવા 5જીની જેમ ફસીનોનું નવી મોડલ કોઇપણ મિકેનીકલ ફેરફાર વગર લાવવામાં આવ્યું છે. તેમાં પણ માત્ર ડિઝાઇન અપડેટ જોવા મળે જેમાં તેને ફ્રેશ લુક આપવામાં આવશે.

ઇન્ટરનેટ પર નવા ફસીનોનો જે ફોટો આવ્યો છે તેનાથી નવા મોડલમાં યામાહા ફ્રન્ટમાં યામાહા લોગો પર ક્રોમનો ઘણો ઉપયોગ કરવામાં આવશે. રેટ્રો લુક આપવામા ટે સીટને ડ્યૂલ ટોન કવર આપવામાં આવશે. એન્જીન 113 સીસી રહેશે. બંને વ્હીલમાં ડ્રમ બેક્સ હશે.

જાણો, શું હોય શકે છે તેની કિંમત સસ્પેન્શન માટે સ્કૂટરમાં યામાહાને ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને પાછળના વ્હીલમાં મોનોશોકર આપવામાં આવેલ છે. ફસીનો નવા મોડલમાં કોમ્બી બ્રેક્સ આપવામાં આવી શકે છે. કીંમતની દ્રષ્ટિએ જોવામાં આવે તો યામાહા ફસીનોની કિંમત અંદાજે 55 હજારની આસપાસ રહેશે. એક્ટિવા 5જીની સરખામણીએ આ વધારે હોય શકે છે.

હીરો, ટીવીએસના આ સ્કૂટરની સરખામણીએ યામાહા ફસીનો સ્કૂટરના નવા મોડલનું માર્કેટમાં Hero Maestro, TVS Wego અને ટીવીએસ જ્યુપીટર મોડલ્સની સરખામણી કરવામાં આવી રહી છે.યામાહા ભવિષ્યમાં પ્રીમિયમ મોટરસાઇકલ અને ઓટોમેટિક સ્કૂટર્સ પર દાવ લગાવાની તૈયારી કરી રહી છે. ભારતમાં ઓટોમેટિક સ્કૂટરનો વધતો ક્રેજ કંપની માટે ફાયદાકારક સાબિત થશે.

You might also like