સુઝુકીએ લોન્ચ કરી બે સ્પોર્ટસ બાઇક, જાણો શું છે ખાસ…

સુઝીકી મોટરસાઇકિલ પોતાની સ્પોર્ટસ બાઇક જિકસર અને જિકસર એસએફનું નવું 2018 એડિશન લોન્ચ કર્યું છે. 2018 એડિશન સુઝુકી જિકસરમાં ઘણા કોસ્મેટિક અપગ્રેડ કરવામાં આવ્યું છે. કંપનીએ 2018 સુઝીકી જિક્સરની કિંમત 80,928 રૂપિયા જ્યારે સુઝુકી જિકસર એસએફની કિંમત 90,037 રૂપિયા એક્સ શો રૂમ (દિલ્હી) માં રાખવામાં આવી છે.

નવા જિકસર 2018 એડિશનમાં ઘણા કોસ્મેટિક અપડેટ કરવામાં આવ્યા છે જેમાં નવી બાઇક ગ્રાફિક્સ અને કલર સાથે જોવા મળશે. કંપનીએ દેશભરની ડીલરશિપમાં મોકલવાનું શરૂ કરી દીધું છે અને તેના વેચાણની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 2018 મોડલની વાત કરીએ તો જિકસર સિરીઝમાં નવા ગ્રાફિકસ આપવામાં આવ્યા છે અને બે નવા કલર કેન્ડી સોનોમા રેડ અને મેટલિક સોનિક સિલ્વરમાં ઉપલબ્ધ રહેશે.

2018ની સુઝુકી જિકસરના એન્જિનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બંને નવા બાઇકમાં અલ્ટ્રા લાઇટ 155સીસીનું એન્જીન લગાવામાં આવ્યું છે. સુઝુકીની ઇકો પરફોરમેન્સ ટેકનોલોજી પર બેઝ છે. આમાં 155સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જીન 8,000 આરપીએમ પર 14.6 બીએચપીની પાવર અને 6,000 આરપીએમ પર 14 ન્યૂટન મીટરનું ટાર્ક જનરેટ કરે છે.

જિકસર અને જિકસર એસએફ 2018ના લોન્ચ પર સુઝુકી મોટરસાઇકિલ ઇન્ડિયાના ઇવીપી-સેલ્સ એન્ડ માર્કેટિંગ સંજીવ રાજશેખરે કહ્યું કે જિકસરના આ બંને રેન્જ સ્પોર્ટીનેસ અને યૂથકુલનેસનું અનોખુ કોમ્બિનેશન છે.

You might also like