મારુતિ સ્વિફ્ટ 2018નું બુકિંગ શરૂ થયું, માત્ર 11,000 રૂપિયામાં જ કરાવો બુકિંગ

0 20

મારુતિ સુઝુકીની ત્રીજી એડિશન સ્વિફ્ટ વર્ષ 2018ની સૌથી મોટી કાર લૉન્ચિંગમાંની એક છે. આગામી કેટલાક સમયમાં જ તેનું વેચાણ શરૂ થઈ જશે. જો કે કેટલાક ડીલર્સે તો સ્વિફ્ટનું બુકિંગ શરૂ પણ કરી દીધું છે.

ગ્રાહકો માત્ર 11000 રૂપિયા આપીને નવી સ્વિફ્ટની એડિશનને બુક કરાવી લીધી છે. જો કે કારનું બુકિંગ ઑફિશિયલી શરૂ થયું નથી. જો કે મળતી માહિતી પ્રમાણે ફેબ્રુઆરીના અંત સુધીમાં તેનું બુકિંગ શરૂ થઈ જશે.

ફેબ્રુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં સ્વિફ્ટ શૉ રૂમમાં પણ આવી જશે. જો કે આ કારને ફેબ્રુઆરીમાં બુક કરાવ્યા પછી પણ તમને વેઈટિંગ પિરીયડસ મળી શકે છે. જો કે જૂની સ્વિફ્ટની સફળતા બાદ કંપનીએ નવી સ્વિફ્ટ લૉન્ચ કરી છે.

આ કારની કિંમત 4.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ સ્વિફ્ટ જૂની સ્વિફ્ટ કરતા 10,000 રૂપિયા મોંઘી છે. જો કે નવી સ્વિફ્ટમાં ડિઝલ વેરિએન્ટ એડિશન 7.99 લાખમાં મળશે. આ કાર હુન્ડાઈની I10 અને ફોર્ડ ફીગો સાથે ટક્કર લઈ શકશે.

નવી સ્વિફ્ટમાં પેટ્રોલ અને ડિઝલ એમ બંને વેરિએશન આપવામાં આવ્યા છે. જો કે નવા મોડલમાં પણ જૂનું એન્જિન જ વાપરવામાં આવ્યું છે. આ કારમાં 1.2 લીટર VVT પેટ્રોલ અને 1.3 લીટર DDIs ડિઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિનને ઑટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ જોડી શકાશે.

loading...

Leave A Reply

Your email address will not be published.