Kawasakiએ લોન્ચ કરી ભારતમાં શાનદાર બાઇક…..

જાપાનની મોટરસાઇકલ બનાવતી Kawasaki કંપનીએ ભારતમાં પોતાની નવી Z900RS રેટ્રો નેકિડ બાઇકને લોન્ચ કરી દીધું છે. કંપનીએ બાઇકની કિંમત 15.3 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) રાખી છે. આ બાઇક ને Z900 ની સરખામણીમાં એન્જીન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અપગ્રેડ કરવામાં આવ્યું છે.

Z900RS માં લિક્વિડ-કુલ્ડ, ફોર સિલિન્ડર, ઇન લાઇન 948ccc ડિસ્પલેમેન્ટ એન્જીન આપવામાં આવ્યું છે, જે 8500 rpm પર 111hp પર 98.5Nm નું પિક ટોર્ક ઉત્પન્ન કરશે. ટ્રાન્સમિશન માટે એન્જીનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવેલ છે.

તેના ફ્રન્ટમાં 41mm ઇન્વર્ટેડ ફોકર્સ અને રિયરમાં ગેસ ચાર્જ્ડ મોનો-શોક આપવામાં આવેલ છે. સુરક્ષાની દ્રષ્ટિથી Z900RS બાઇક માટે ફ્રન્ટ વ્હીલમાં 300mm ડિસ્ક ડિસ્ક અને (એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ) ABS ની સાથે રિયરમાં 250mm ડિસ્ક આપવામાં આવેલ છે.

ડિઝાઇનની વાત કરીએ તો આ મોટરસાઇકલ 17 લીટર ટિયરડ્રોપ આકારવાળા ફ્યૂલ ટેન્ક સાથે રાઉન્ડ LED લેમ્પ આપવામાં આવેલ છે. તેની સિવાય રેડિયલ માઉન્ટેડ બ્રેક કેલિપર્સ અને સ્લિપ આસિસ્ટ કલ્ચ પણ આપેલ છે. Z900RS માં Z1 મળતી ફલેટ સીટ આપવામાં આવેલ છે.

You might also like