Hero કંપનીએ લોન્ચ કરી સૌથી સસ્તી બાઇક, કર્યા અપડેટ

દેશની સૌથી મોટી ટુ વ્હીલર વાહન નિર્માતા કંપની હીરો મોટોકોર્પને નવી HF Dawn બાઇકનું 2018 મોડલ લોન્ચ કર્યું. આ બાઇકની એક્સ શો રૂમ કિંમત 37,400 રાખવામાં આવી છે. આ બાઇકને 2017માં બંધ કરી દેવામાં આવ્યું હતું કારણ કે ત્યારે તે 4 ઉત્સર્જન માનકો માટે નહોતી. હવે તેમાં અપડેટ કરવામાં આવ્યું છે.

આ કિફાયતી કમ્પ્યૂટર બાઇક બે કલરમાં એટલે કે રેડ અને બ્લેકમાં લોન્ચ કરાઇ છે. તેના લુકને પણ અપડેટ કરવામાં આવ્યો છે. હાલમાં આ બાઇક માત્ર ઓડિશામાં મળી શકશે. ટૂક સમયમાં જ આ દેશના અન્ય રાજ્યોમાં પણ લોન્ચ કરવામાં આવશે.

2018 HF Dawnમાં 97.2cc નું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન લગાવામાં આવ્યું છે જો કે 4 સ્પીડ ગિયરબોક્સથી યુક્ત છે. 8 હોર્સપાવર જેટલો પાવર અને 8 ન્યૂટન મીટરનો ટોર્ક જેનરેટ કરે છે. આ બાઇકમાં નવો સરળ લૂકવાળું ડેકલ્સ આપવામાં આવ્યું છે. અત્યારે તો આ બાઇક કિકથી શરૂ થાય છે અને તેમા ડ્રમ બ્રેક અને સ્પોક વીલ આપવામાં આવ્યો છે.

જો કે ભવિષ્યમાં ઇલેકટ્રિક સ્ટાર્ટ, ડિસ્ક બ્રેક્સ અને અલોય વીલવાળુ મોડલ પણ આવશે. તેનું વજન 105 કિલોગ્રામ છે. આમાં 9.5 લીટર ફયૂલ ટેન્ક આપવામાં આવી છે. 2018 Hero HF Dawn કંપનીના લાઇનઅપમાં સૌથી સસ્તી બાઇક છે. માર્કેટમાં Bajaj CT100 B અને TVS Sport જેવી બાઇક સાથે સીધી સ્પર્ધા થશે.

You might also like