ડેટસન રેડીગો લિમિટેડ એડિશન ભારતમાં થયું લોન્ચ, જાણો કિંમત…

ડેટસન દ્વારા તહેવારોની સીઝન પહેલા ભારતીય માર્કેટમાં રેડીગોનું લિમિટેડ એડિશન વેરિએન્ટ લોન્ચ કરી દીધુ છે. આ 800 cc વેરિએન્ટવાળા રેડિગો લિમિટેડ એડિશનની કિંમત 3.58 લાખ રૂપિયા અને 1.0 લીટર મોડલની 3.85 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

લિમિટેડ એડિશન વેરિએન્ટને કંપનીએ મેન્યુઅલ ટ્રાન્સમિશન મોડલમાં ઉતારી છે. લિમિટેડ એડિશન ટ્રિલ ત્રણ કલર વેરિએન્ટ સફેદ, સિલ્વર અને રેડ(લાલ)માં મળશે.

નિશાન મોટર્સ ઇન્ડિયા પ્રા. લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ, ક્લિસોલ્ડે કહ્યું ડેટસન પાવરફુલ રેડીગોના લિમિટેડ એડિશનની સાથે આ તહેવારની સીઝનને વધારે વિશેષ બનાવશે. આ એડિશનમાં નવી ડિઝાઇની સાથે પાવર પેકડ પરફોર્મન્સ કસ્ટમરોને વધુ પસંદ આવશે.

ડેટસન રેડિગો લિમિટેડ એડિશનમાં અપડેટેડ એક્સટીરિયરની સાથે રેપ, બોડી ગ્રાફિક્સ અને ફ્રન્ટ અને રિયર અંડરકવર્સ બંપર આપવામાં આવ્યાં છે. તે સિવાય કારમાં ફિચર્સ તરીકે ફ્રન્ટ ગ્રિલની ઉપર રેડ ઇન્સર્ટ અને રિયર ટેલગેટ ગ્રાફિક્સ આપવામાં આવેલ છે. જે કારના લૂકની સુંદરતામાં વધારો કરે છે.

 

તે સિવાય કારના ઇન્ટીરીયરમાં સીટમાં રેડ અને બ્લેક લેધર અપહોલસ્ટ્રી આપેલ છે. ડેટસને તેમાં ફીચર્સ તરીકે રિયર પાર્કિંગ અસિસ્ટ સેન્સર્સની સાથે ડિસ્પ્લે ફીચર, ગિયર નોબ પર સેટિન ક્રોમ બેજલ, ક્રોમ ડોર હેન્ડલ્સ અને કાર્પેટ મેટસ આપેલ છે.

You might also like