Categories: India

ગૃહના સુચારુ કામકાજ અંગે વિપક્ષ તરફથી સકારાત્મક સંકેત : નાયડુ

હૈદરાબાદ : કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી એમ. વેંકૈયાનાયડુએ જણાવ્યું હતું કે હાલના સત્ર દરમ્યાન ઉપલા ગૃહમાં કેટલાંક મહત્વના વિધેયકો પસાર કરાવવાની બાબતે વિપક્ષે સકારાત્મક સંકેત આપ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સોમવારથી સંસદની કાર્યવાહી કોઇપણ અવરોધ વિના ચાલશે. નાયડુએ હૈદરાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે મને લાગે છે કે સોમવારથી સંસદનું કામકાજ ચાલશે જ્યાં સુધી લોકસભાનો સવાલ છે તો તેનું કામકાજ સુચારુ રૃપે ચાલે છે.

રાજ્યસભાનું કામકાજ પણ ચાલશે. તેમણે કહ્યું અમને કેટલાક સકારાત્મક સંકેત મળ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે તે કેટલાક વિધેયકો પસાર કરાવવામાં સહકાર આપશે. અમે પણ આ વિધેયકોને પસાર કરાવવા ઉત્સુક છીએ. અને આશા રાખીએ છીએ કે જો તેઓ સમર્થન આપે તો જીએસટી બિલ, રિયલ એસ્ટેટ બિલ અને અન્ય કેટલાક વિધેયકોથી દેશને લાભ થશે. કેન્દ્રીય મંત્રીએ વિપક્ષને અપીલ કરી હતી કે તેમને કોઇ વિધેયક અંગે મુશ્કેલી હોય તો તેઓ તેના પર સંસદમાં ચર્ચા કરે.

ગૃહની કાર્યવાહીમાં અવરોધ કરે નહીં. તેમણે કહ્યું વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસને અમારી અપીલ છે કે આ વિધેયકો તમારા શાસનકાળમાં સૂચવવામાં આવ્યા હતા. તેથી તેઓ આ વિધેયકોનું સમર્થન કરે અમે સત્રના બાકી રહેલાં ત્રણ દિવસમાં ઘણું કરી શકીએ છીએ. તેમણે કહ્યું રાજ્યસભામાં હાલ ૧૮ વિધેયકો પડતર છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતા નાયડૂએ કહ્યું કે આ પક્ષ બદલાનું રાજકારણ કરે છે.

નેશનલ હેરાલ્ડ કેસમાં બંને નેતાઓની કોર્ટ સમક્ષ હાજરીના મુદ્દે વિરોધમાં કોંગ્રેસ કાર્યકરોના દેખાવોની તેમણે ટિકા કરી હતી. નાયડૂએ કહ્યું કે નેતાઓએ જાહેર જીવનમાં પોતાના પગલાંથી ઉદાહરણ અને માપદંડ નક્કી કરવા જોઇએ. નાણામંત્રી અરુણ જેટલી પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરેલા આક્ષેપો પર નાયડૂએ કહ્યું આ બાબત આપ સરકાર વિરુદ્ધ ગંભીર મામલાથી ધ્યાન અન્યત્ર દોરવાનો પ્રયાસ છે.

રાજ્યસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર અટકાયતી) સુધારા વિધેયકને લઇને વ્યાપક રાજકીય સંમતિ સધાઇ છે. રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) વિધેયક, વિનિયોગ વિધેયક, અપહરણ અટકાયતી વિધેયક, અણુ ઊર્જા (સુધારા) વિધેયકને પસાર કરાવવા માટે પણ મહદ્અંશે સંમતિ છે, પરંતુ વિપક્ષ વ્હીસલ બ્લોઅર્સ વિધેયકને પ્રવર સમિતિને મોકલી આપવા માટે દબાણ કરી રહ્યો છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરી રાષ્ટ્રીય જળ માર્ગ વિધેયક રજૂ કરશે. મંગળવારે શ્રમ મંત્રી બંડારૃ દત્તાત્રેય નીચલા ગૃહમાં બોનસ ચૂકવણી (સુધારા) વિધેયક રજૂ કરશે. જેમાં બોનસ ચૂકવણી કાયદો, ૧૯૬૫નો સુધારાનો પ્રસ્તાવ છે. ગૃહમાં નેપાળની પરિસ્થિતિ અને ભારત-નેપાળ સંબંધો પર તથા સતત વિકાસ લક્ષ્યો પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

Navin Sharma

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

9 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

9 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

9 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

10 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago