Categories: Gujarat

આ લખાણ અરીસામાં જ વંચાશે

ભાષા પર પ્રભુત્વ હોવું એ ગૌરવની બાબત છે. દરેક વ્યક્તિ પોતાની માતૃભાષામાં સુવાચ્ય રીતે લખી શકે એવો આગ્રહ યોગ્ય છે, પરંતુ એ જ ભાષાને ઊંધી રીતે લખવું એ કૌશલ્ય ગણી શકાય. અરવલ્લી જિલ્લાના મોડાસાનાં પ્રીતિબહેન શાહ માતૃભાષા ઉપરાંત અન્ય ભાષામાં પણ ઊંધી શૈલીમાં લખાણ લખવાનું અનોખું કૌશલ્ય ધરાવે છે.

પ્રીતિબહેન પાંચમા ધોરણમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી તેમને ઊંધું લખવાનો શોખ જાગ્યો. ધીમે ધીમે ઊંધા લખાણમાં તેમની હથોટી આવતી ગઈ. આજે તેઓ ગુજરાતી ભાષા જ નહીં, પરંતુ હિન્દી, અંગ્રેજી અને સૌથી કઠિન ગણાતી સંસ્કૃત ભાષામાં પણ ઊંધું લખાણ લખી શકે છે.

ઊંધું લખાણ લખવામાં તેમને એવી ફાવટ આવી ગઈ છે કે, તેઓ પ્રતિ મિનિટ વીસેક શબ્દોની ઝડપે ઊંધું લખાણ લખી શકે છે. આ લખાણ અરીસામાં જોઈને વાંચી શકાય છે. પોતાના આ કૌશલ્ય અંગે પ્રીતિબહેન કહે છે, ‘બાળપણમાં ઊલટું લખવાનો શોખ હતો, એ એક કળા બની જશે તે મેં ક્યારેય વિચાર્યું નહોતું.’

પ્રીતિબહેને ‘ભગવદગીતા મને ભીંજવે’ નવલકથા ઊંધા અક્ષરે લખી છે. હવે તેઓ સૌથી મોટો ગ્રંથ મહાભારતને ઊંધા અક્ષરે લખવા અને આ અંગે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા અંગે વિચારી રહ્યાં છે.

admin

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

2 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

2 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

4 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

4 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

4 hours ago