LG હોસ્પિટલમાં 2વર્ષની બાળકીનું મોત, ડૉક્ટર હતો દારૂના નશામાં!

હજુ તો શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકીઓના મોતને લોકો ભૂલ્યા પણ નથી, ત્યાં તો શહેરની એલ.જી. હોસ્પિટલમાં પણ ડૉક્ટરની બેદરકારીને કારણે એક બાળકીનું મોત થયું છે.

અમદાવાદ શહેરની એલ.જી. હોસ્પિટલમાં બે વર્ષની બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. એલ.જી.હોસ્પિટલમાં બુધવારે મોડી રાત્રે એક બાળકીની તબિયત લથડતાં સારવાર અર્થે લાવવામાં આવી હતી. જો કે બાદમાં એક્સ રે કરીને બાળકીની તબિયત સારી છે, તેવું તબીબો દ્વારા કહી દેવામાં આવ્યું હતું.

તેમ છતાં બાળકીની તબિયત ફરીથી બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જો કે સારવારમાં જ બાળકીનું મોત થયું હતું. બાળકીના પરિવારજનોએ તબીબની બેદરકારીના કારણે બાળકીનું મોત થયાનો આક્ષેપ કર્યો છે.

બાળકીના પરિવારજનો બાળકીના મોતના કારણે શોકમાં હતા. તેમણે કહ્યું હતું કે, જે તબીબે બાળકીની સારવાર કરી હતી, તે દારૂના નશામાં ચૂર હતો. તેથી તેણે બાળકીની સારવાર પર ધ્યાન આપ્યું ન હતું.

You might also like