2 લાખની હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઇમબ્રાંચે 3 આરોપીની કરી ધરપકડ

સુરતના વરાછા વિસ્તારમાંથી 2 લાખના હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે.. આ મામલે ક્રાઈમ બ્રાંચે 3 યુવાનોની ધરપકડ કરી છે.. આરોપીઓનુ દેવુ વધી જતા આ લૂંટ કરી હતી. મહત્વનુ છે કે, 9 એપ્રિલના રોજ ડાયમંડ વર્લ્ડમાં આવેલી હીરાની ઓફીસમાં કામ કરી રહેલા કર્મચારીને ચપ્પુ બતાવીને આરોપીઓએ લૂંટ કરી હતી.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે મોહિત મારૂ, મેહૂલ ઠુમ્મર અને પિયુષ કેડાની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. મોહિતે ટીપ આપીને મેહૂલ અને પિયુષ પાસેથી લૂંટ કરાવી હતી.

You might also like