Categories: Entertainment

પબ્લિક રિવ્યું: ‘દિલવાલે’ બની શાહરુખને માફ કરી દો!

‘દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે’ તેવું નિવેદન અાપીને વિવાદમાં ફસાયેલા બોલિવૂડ સ્ટાર શાહરુખખાનની ફિલ્મ ‘દિલવાલે’નો અમદાવાદ સહિત દેશના અનેક સ્થળોએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદીઓ સ્પષ્ટ રીતે માને છે કે શાહરુખના નિવેદન અને વિવાદને બાજુએ મૂકીને પણ અા ફિલ્મ માણવી જોઈએ. અા ફિલ્મનો બહિષ્કાર કરવાના સોશિયાલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ કે અપીલને શહેરના યંગસ્ટર્સે ખાસ મહત્વ અાપ્યું નથી અને ‘દિલવાલે’ને દિલ ખોલીને અાવકાર અાપ્યો છે. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી અા મસાલા મનોરંજક ફિલ્મ દર્શકોને અાકર્ષી રહી છે.

દિલવાલે ફિલ્મમાં સૌથી વધુ મને ફિલ્મનાં લોકેશન ગમ્યાં છે . એક્ટિંગની વાત કરીએ તો શાહરુખખાનની એક્ટિંગ બેસ્ટ છે. જ્યારે વરુણ ધવનની એક્ટિંગ ફરી ઈનોસન્ટ બોય જેવી જોવા મળે છે. મ્યુઝિક પણ બેસ્ટ છે. શાહરુખખાને આપેલા સ્ટેટમેન્ટને બાજુમાં રાખી ફિલ્મ એક વાર જોવી જોઈએ. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ
શાલિન શુક્લ , પાલડી

કાજોલ અને શાહરુખની જોડી અને તેમની એક અલગ લવ સ્ટોરી વધુ પસંદ પડી. ફિલ્મનાં સોંગ અને સોંગમાં બતાવેલાં લોકેશન જોવાં વધુ પસંદ પડે છે. એક વાર તો આ મૂવી જોવી જ જોઈએ. ફિલ્મને લઈને થતી કોન્ટ્રોવર્સી પર ધ્યાન ન આપવું જોઈએ એને ફિલ્મથી લેવા દેવા નથી. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ
કોમલ પટેલ, શ્યામલ

શાહરુખખાને આપેલ કમેન્ટ બાદ દિલવાલે ફિલ્મનો બહિષ્કાર કરવા માટે રેલી અને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે. પણ આ વાતને ફિલ્મથી કોઈ લેવા દેવા નથી આપણે ફિલ્મ મનોરંજન માટે જોઈએ છે. જ્યારે ફિલ્મની વાત કરું તો ફિલ્મ ટોટલી ફેમિલી ડ્રામા છે અને ફિલ્મનાં એક્શન સીન વધુ સારાં છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ
રવિ પટેલ , વાડજ

ફિલ્મની સ્ટોરીલાઈન સારી છે. ફિલ્મમાં એક્શન, કોમેડી , ડ્રામા બધું એક સાથે જોવા મળ્યું છે. શાહરુખખાન સિવાય આ ફિલ્મમાં અન્ય કલાકારો પણ છે તો એક એક્ટરને કારણે ફિલ્મ શું કામ ના જોવી. ફિલ્મમાં સોંગ અને મ્યુઝિક પણ બેસ્ટ છે. જ્યારે કાજોલ અને શાહરુખની જોડી બેસ્ટ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ

અલિશા નાણાવટી , જજીસ બંગલો
રોહિત શેટ્ટી ફિલ્મ ડિરેક્ટ કરતા હોય અને ફિલ્મમાં કાર અને બાઈક હવામાં ઊડતાં ન હોય એવું બને નહીં. આ ફિલ્મમાં પણ રોમાન્સની સાથે એક્શનનો મસાલો રાખવામાં આવ્યો છે. જ્યારે ફિલ્મનો બહિષ્કાર કરવો તે વાત પણ ખોટી છે દરેકની પોતાની વિચાર શક્તિ હોય. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.
ધર્મેશ પટેલ , શ્યામલ

શાહરુખની એક્ટિંગ અને તે લોકોને સારી ફિલ્મ આપે છે તે મહત્વનું છે અને તેને જે સ્ટેટમેન્ટ આપ્યું ત્યાર બાદ માફી પણ માગી છે તે પછી શું વિવાદ હોય .જોકે તેના સ્ટેટમેન્ટથી ફિલ્મને કોઈ અસર થતી નથી. દિલવાલે ફિલ્મના એડિટિંગ ઈફેક્ટ અને કલાકરોની એક્ટિંગ ગમી. ડાયલોગ પણ ખૂબ સારા છે. શાહરુખ અને કાજોલની જોડી શાનદાર છે. જ્યારે જોની લિવર અને બોમન ઈરાનીએ પણ મહેનત કરી છે.
રાહુલ રાજપૂત, વસ્ત્રાપુર

admin

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

9 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

9 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

10 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

10 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

10 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

11 hours ago