બાપુનગરમાં યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતાં ચકચાર

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ ભેદી સંજોગોમાં આત્મહત્યા કરી લેતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં અંબર સિનેમા પાસે લીમડા ચોક ખાતે આવેલી ઇ કોલોનીમાં રહેતી ફાલ્ગુનીબહેન જયેન્દ્રકુમાર લેઉવા નામની ૩૮ વર્ષીય યુવતીએ મોડી રાત્રે પોતાના ઘરમાં જ અગમ્ય કારણસર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી આત્મહત્યા કરનાર યુવતીના ઘરના સભ્યો તેમજ આજુબાજુના લોકોના નિવેદન લઇ સઘન કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અા ઘટનાને પગલે લોકોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

You might also like