Categories: Gujarat

સ્માર્ટ સિટી અમદાવાદના વિકાસ માટે પાંચ વર્ષમાં ૧૮૩૦ કરોડ ખર્ચાશે

અમદાવાદ : દેશના ૨૦ શહેરોમાંથી સ્માર્ટ સિટી તરીકેના દરજ્જામાં અમદાવાદનો  છઠ્ઠો ક્રમે અને સુરતનો ચોથોક્રમે જાહેર કરવામાં આવતા આગામી દિવસોમાં શહેરનો યુધ્ધના ધોરણે વિકાસ હાથ ધરાશે. પાંચ વર્ષમાં શહેરની પ્રાથમિક સુવિધાઓ સહિત અન્ય સુવિધાઓ પાછળ રૂ. ૧૮૩૦ કરોડનો જંગી ખર્ચે કરવામાં આવશે તેમ મેયર ગૌતમ શાહ આજે જણાવ્યું હતું.

મેયર શાહે વાત વાતમાં વધુ જણાવાયું હતું કે આગામી પાંચ વર્ષમાં હાઈકંમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટર વિથ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક દ્વારા ટ્રાફિક, ડ્રેનેજ, પાણી વિગેરે સેવાઓનું મોનિટરિંગ કરાશે ઈન્ટ્રીગ્રેડેટ ટ્રાન્સિટ પ્લેટ ફોર્મ દ્વારા શહેરની પરિવહન સેવા એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોનું સંકલન કરાશે. શહેરને એરિયા બેઈઝ્ડ ડેવલપમેન્ટ કરાશે. આમ શહેરનું યુધ્ધના ધોરણે નવનિર્માણ થશે.

સ્માર્ટ સિટી માટે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ૧૦૦ કરોડ ફાળવવામાં આવશે જેમાં ૫૦ કરોડ રાજય સરકાર અને ૫૦ કરોડ મ્યુનિ. કોર્પોરેશનનો ફાળો મળીને કુલ રૂ. ૨૦૦ કરોડના શહેરના વિકાસ માટે ઉપયોગ થશે. જેમાં ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, રસ્તા પહોળા કરવા વિગેરે યોજનાઓનું આયોજન કરાશે આ ઉપરાંત રૂ. ૫૭૮ કરોડ સ્લમ (ઝૂંપડપટ્ટી) નાબૂદી માટે, ૧૧૫ કરોડ અમૃતમ આરોગ્યની યોજના અને રૂ. ૧૩૭ કરોડ પરિવહન માટે ખર્ચ થશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી મિશન પ્રોજેકટ હેઠળ વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા, ગાંધી આશ્રમના વિસ્તારને સ્પેશિયલ એરિયા બેઈઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત બનાવવાનું આયોજન કરાયું છે. જેનું ક્ષેત્રફળ આશરે ૫૫ હેકટર જેટલું થાય છે. આ ઉપરાંત ૨.૬૩ લાખ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી નવા વાડજની રામાપીર વસાહતને ડેવલપમેન્ટ કરાશે.

આ વસાહત માટે રસ્તા, બગીચા તેમજ અન્ય હેતુઓ માટે અંદાજિત ૧.૧૬ લાખ ચો.મી. જગ્યાનો ઉપયોગ કરાશે અને બાકીની જગ્યામાં પીપીપી ધોરણે હયાત ૬૨૭૦ ઝૂંપડાઓના સ્થાને ૮૦૦૦ પાકા મકાન બનાવાશે. જેની અંદાજિત પ્રોજેકટ કોસ્ટ રૂ. ૫૦૦ કરોડની છે. મ્યુનિ. સત્તાવાળાઓએ સ્માર્ટ ટ્રાન્સઝીટ હેઠળ નાગરિકો માટે બીઆરટીએસ, એએમટીએસ, એસટી તથા મેટ્રો રેલવે માટે કોમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમ, આ તમામ જાહેરાત પરિવહનની સેવાઓના સંદર્ભમાં નાગરિકો માટે મોબાઈલ એપનું આયોજન હાથ ધર્યું છે.

ગૌતમ શાહે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત દેશના ૯૭ શહેરો વચ્ચે સ્પર્ધા રાખવામાં આવી હતી. જેને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાના છે તેમાંથી આજે ૨૦ શહેરોના નામ જાહેર કર્યા છે.અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીમાં સ્થાન મળ્યું છે તેમજ આ સ્માર્ટ સિટીને વિશ્વકક્ષાએ એક આગવી ઓળખ મળશે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો તથા શહેરી વિકાસ મંત્રાલયનો અમદાવાદ શહેરના નગરજનો વતી આભાર માનું છું.

જેવી રીતે અમદાવાદ શહેરને કાંકરીયા લેક ફ્રન્ટ તથા સાબરમતી રિવર ફ્રન્ટ દ્વારા વડાપ્રધાને એમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન ભારત વર્ષમાં એક આગવી ઓળખ આપી છે તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ સ્માર્ટ સિટી પ્રપોઝલને આધારે આજે અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવાશે તે આપણા સૌ નગરજનો માટે ગૌરવ લેવાની બાબત છે. અમદાવાદનું સ્માર્ટ સિટી તરીકે મળેલ સ્થાન માટે અમદાવાદના તમામ નગરજનોને અભિનંદન પાઠવું છું

Navin Sharma

Recent Posts

Girlsને ઇમ્પ્રેસ કરવા ચાહો તો Chatting પર અપનાવો આ ટ્રિક્સ

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222488,222489,222490"] દરેક વ્યક્તિને જીવનમાં એક જીવનસાથીની અવશ્યપણે જરૂરિયાત હોય છે. દરેક લોકો પોતાનું એક ઘર વસાવવા…

6 mins ago

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

14 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

37 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

51 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

1 hour ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

1 hour ago