ISની સૌથી નાની વયની આંતકી છોકરી, મ્યૂઝીયમ ઉડાવવાની રચી હતી યોજના

લંડનઃ એક સનસનીખેજ કેસ પર ફૈંસલો સંભળાવતા બ્રિટેનની એક કોર્ટે 18 વર્ષની એક છોકરીને આતંકી હુમલાની યોજના બનાવવા અંગે દોષી કરાર સાબિત કરેલ છે. કોર્ટે તેને બ્રિટિશ મ્યૂઝિયમ પર હુમલો કરવાની યોજના બનાવવા અંગે જવાબદાર ઠરાવતા તેને દોષી કરાર સાબિત કરેલ છે.

આ સાથે સાથે આ યુવા છોકરી ઇસ્લામિક સ્ટેટ (IS)ની સૌથી ઓછી ઉંમરની દોષી બ્રિટિશ આતંકી બની ગઇ છે. મહત્વનું છે કે આ છોકરીનું નામ સફા બાઉલાર છે. આ યુવા છોકરી પર મ્યૂઝીયમ પર હુમલો કરવાની યોજના બનાવવા મામલે દોષી કરાર કરવામાં આવેલ છે.

સફા પર એવો ગંભીર આરોપ હતો કે ISમાં શામેલ થવા માટે આ મહિલાએ સીરિયામાં જવાની તૈયારી કરી હતી. ISનાં આતંકી અને પોતાનાં પ્રેમીનાં મોત બાદ તે લંડનમાં આતંકી હુમલો કરવાનું વિચારી રહી હતી. મળતી માહિતી મુજબ ઓલ્ડ બૈલી સ્થિત એક જ્યૂરીએ તે યુવા છોકરીને આતંકવાદનાં બે આરોપો અંતર્ગત દોષી કરાર ઠહેરાવી દીધેલ છે.

વર્ષ 2015માં બાઉલર પેરિસમાં થયેલ આતંકી હુમલાઓ બાદ આતંકીઓનાં ઓનલાઇન સંપર્કમાં આવીને કટ્ટરપંથની તે શિકાર થઇ ગઇ હતી. તે સમયે તે પોતે 16 વર્ષની હતી. ઉલ્લેખનીય છે કે દેશ અને દુનિયામાં ફેલાયેલ આતંકી સંગઠનોમાં સૌથી વધુ યુવાઓને નિશાન બનાવવામાં આવે છે. યુવાઓને પોતાની સાથે શામેલ કરવાની એક મુહિમ તેઓએ બનાવી લીધી છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ભારત અને બ્રિટને અગાઉ લશ્કર-એ-તૌયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા વૈશ્વિક આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે સહયોગ વધારવા અંગેનો વિશેષ સંકલ્પ કર્યો હતો.

You might also like