જાણો 17 ફેબ્રુઆરીનું રાશિભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આવતી કાલનાે દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

વૃષભ (બ,વ,ઉ) : આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ- ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

મિથુન (ક,છ,ઘ) : આપનો આવતી કાલનો દિવસ આ૫ના માટે થોડો મુશ્કેલીભર્યો સાબિત થાય. ૫રિવારના સભ્યો સાથે રકઝક થાય તેમજ મનદુ:ખ ઊભું થાય. આકસ્મિક મુલાકાત થાય.

કર્ક (ડ,હ) : આ રાશિના જાતકો વિશાળ ઊંડા પેટવાળા હોવાથી તેમને કોઇ તરફથી ગમે તેવું સાંભળવા મળ્યું હોય તેમ છતાં તેમના સ્વભાવ મુજબ આનંદમાં રહે. દિવસ દરમિયાન અકસ્માતથી સંભાળવું. સાંજ પછી રાહત.

સિંહ (મ,ટ) : ખૂબ જ સરસ દિવસ છે. નાનો-મોટો પ્રવાસ થાય. અજાણી વ્યકિત તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. બપોર પછી કોઇ નજીકના સ્વજન સાથે મિલન-મુલાકાત થાય. શકય છે કે તે તમારા કોઇ સ્કૂલ મિત્ર પણ હોઇ શકે.

કન્યા (પ,ઠ,ણ) : આવતી કાલનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ છે. કોઈના સાક્ષી બનશો નહીં. વિદ્યાર્થી મિત્રો માટે ઉત્તમ િદવસ છે.

તુલા (ર,ત) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.

વૃશ્ચિક (ન,ય) : માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. શુભ પ્રસંગથી આનંદ મળે. નાણાકીય સ્થિતિ તદ્દન હળવી બને. આવક વધે તેવી શક્યતા. વાહન સાચવીને ચલાવવું. ગૂંચવાયેલ પ્રશ્ન ઉકલે તેવી શક્યતા.

ધન (ભ,ધ,ફ) : આપનો આ િદવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.

મકર (ખ,જ) : આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આ૫ જે કોઇ કાર્ય કરો તેમાં યશની પ્રાપ્તિ થાય. ઓફિસમાં બઢતીની તક મળે.

કુંભ (ગ,શ,સ) : આ૫ને થોડુંક સાવધાનીપૂર્વક ચાલવાની સલાહ છે. આજે વ્‍યાવસાયિક કાર્યોમાં સરકારી હસ્‍તક્ષેપ વધે. કોર્ટ-કચેરીના કાર્યમાં સફળતા મળે. આવક કરતાં ખર્ચ વધારે થાય. અકસ્માતથી સંભાળવું. .

મીન (દ,ચ,ઝ,થ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય. કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.

You might also like