બુલેટ ટ્રેનનું સાબરમતી સ્ટેશન બનાવવા માટે 16 કંપનીઓ મેદાનમાં

અમદાવાદ: નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનની યોજના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન છે. એ વાત નવી નથી, પરંતુ આ સ્ટેશનને મોડલ ટર્મિનલ બનાવવા માટે ૧૬ કંપનીઓએ રસ દાખવ્યો છે.

સાબરમતી રેલવે ટર્મિનલ અમદાવાદથી મુંબઈની બુલેટ યાત્રાનું સર્વપ્રથમ સ્ટેશન છે, જે મહાત્મા ગાંધીની ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી માર્ચ આધારિત થીમ પર બનશે. સ્ટેશનનું કામ આગામી નવેમ્બર માસમાં શરૂ થઈ જશે.

ગઈ કાલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી અધિકારીઓની એક ટીમ અમદાવાદ આવી હતી, જેમાં અનેક પાસાંઓના અભ્યાસ ઉપરાંત દેશની પહેલી બુલેટ ટ્રેન અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. બુલેટ ટ્રેનના માર્ગમાં આવતાં તમામ ઝાડ કાપવાના બદલે રિપ્લાન્ટ કરાશે અને ખેડૂત વળતર માગશે ત્યારે વળતર અને જ્યાં જગ્યા અપાશે ત્યાં ફરી ઝાડ પણ લગાવી આપવામાં આવશે.

બુલેટ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ આણંદ સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂરથી નીકળશે. ટ્રેન સુરત પણ સ્ટેશન પાસે નહીં જાય. કિમ પાસેથી દિશા બદલી પૂર્વમાં જશે અને બીલીમોરામાં કોસાલી ખાતે તેનું સ્ટેશન બનશે. દસ કોચની બુલેટ ટ્રેન ૧૮ કલાક ચાલશે અને ૩૫ ફેરા અપ અને ૩૫ ફેર ડાઉનમાં કરશે, જેમાં ૭૦૦ માણસોની ક્ષમતા હશે.

બુલેટ ટ્રેન અર્થક્વેક પ્રૂફ હશે, જેમાં પહેલાં આંચકા કે ધ્રુજારી થતાં ટ્રેનની વીજલાઈનને સિગ્નલ મળશે અને ત્યારબાદ લાઈન ટ્રિપ થશે. ટ્રેન ત્યાં જ ઊભી રહેશે. કુલ ૧૨ સ્ટોપ મુંબઈ જતાં સુધીમાં કરશે. બુલેટ ટ્રેનનાં તમામ રેલવે સ્ટેશનની ડિઝાઈન ફાઇનલ થઈ ચૂકી છે.

સેન એનએચઆરસીએલના પીઆરઓ ધનંજયકુમારે ગઈ કાલે અમદાવાદ અને વડોદરાનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના તમામ વિસ્તારો એટલે કે રહેણાક વિસ્તારોમાં સાઉન્ડ બે‌િરયર્સ લાગશે, જ્યાંથી ટ્રેન પસાર થવાની હશે.

divyesh

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

2 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

3 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

4 hours ago

આયુષ્માન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago