Categories: Gujarat

મેટ્રો ડાયરી: સ્વાઈન ફ્લૂના વોર્ડમાં અાવી બેદરકારી?

તાજેતરના સમયમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીઓની વધતી સંખ્યાના પગલે સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. આ વોર્ડમાં દર્દીઓની સંખ્યા રો‌િજંદી વધી રહી ત્યારે સોલા હો‌િસ્પટલના બે વોર્ડને સ્વાઈન ફ્લૂના દર્દીઓને ઉપયોગી બને તે માટે આઈસોલેશન વોર્ડની સુવિધાઓથી સજ્જ કરાયા છે. વોર્ડમાં વેન્ટિલેટર, ઓ‌િક્સજન, દર્દી માટે અલગ બેડ સ‌િહતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલના સ્ટાફને પણ માસ્ક સાથે કામગીરી કરવાની કડક સૂચનાઓ આપી છે. દર્દીઓનો ચેપ અન્યને ન લાગે તેમજ તેમની સારવાર કરતા સ્ટાફમાં પણ ફેલાય તેની તકેદારીના ભાગરૂપે દર્દીઓને સારવાર આપતા હોસ્પિટલના સ્ટાફને નિયત હેન્ડ વોશ, મોઢા પર માસ્ક પહેરી રાખવા સ‌િહતનાં પગલાં ભરવા હોસ્પિટલના સત્તાધીશોએ સૂચનાઓ આપી છે, પરંતુ અહીં આવતા દર્દીઓનાં સગાંઓ તેમજ હોસ્પિટલના સ્ટાફના લોકો માસ્ક પહેરતા નથી અને આ વોર્ડની બહાર જ નાનાં બાળકોને પ્રવેશ નથી તેમજ છતાં વોર્ડની બહાર સગાંસબંધીઓ બેઠાં હોય છે તેની તંત્રને જાણ હોવા છતાં કોઈને પણ માસ્ક પહેરવાની સૂચના તેના દ્વારા આપતી નથી.

નોટરીના ટેબલ પર લુંગીનું વેચાણ
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં દિવસભર હજારો કેસ ચાલતા હોય છે. સંખ્યાબંધ લોકોની અવરજવર હોય છે ત્યારે સાંજે ૬-૦૦ વાગ્યા પછી આ જ કોર્ટમાં લુંગી, મોજાં તેમજ હાથરૂમાલનું વેચાણ થાય છે. વકીલો માટે એક ફેરિયો સાંજે લુંગી તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચવા માટે લાવે છે. કોર્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટની બાજુમાં એક નોટરીના ટેબલ પર રીતસર લુંગી, રૂમાલ-મોજાંનું વેચાણ થાય છે. વકીલો અને કોર્ટની મુલાકાતે આવતા લોકો વાજબી ભાવે આ ચીજવસ્તુઓ ખરીદે છે. ઉલ્લેખનીય છે કે દિવસે પણ આ કોર્ટમાં વિવિધ ચીજવસ્તુઓ વેચાવા આવે છે.

સિવિલ હોસ્પિટલના વોટર કૂલર સુકાઈ ગયા
શહેરની સિવિલ હોસ્પિટલના બીજા માળે ઓર્થો., જનરલ, ગાયનેકથી લઇને અનેક વોર્ડ દર્દીઓથી ઊભરાઇ રહ્યા છે ત્યારે બરાબર મધ્યમાં મૂકેલાં બે પીવાના પાણીનાં કૂલર બંધ રહેતાં દર્દીઓનાં સગાંવહાલાંને પીવાનું પાણી લેવા બીજા માળે અથવા દૂર સુધી જવું પડે છે. પીવાના પાણીની સમસ્યાને લઇ દર્દીઓ જ નહીં તેમનાં સગાંવહાલાં પણ પરેશાન થઇ રહ્યાં છે. અેન્ટ્રન્સ ફોયરમાં જ આવેલાં બંને કૂલરને શોભાના ગાંઠિયાની જેમ દોરીથી બાંધીને મૂકી દેવાયાં છે. હવે નવાં કૂલર આવે કે હાલનાં કૂલર ‌િરપેર થાય તેની દર્દીઓ રાહ જુએ છે.

જીએસટીના ધાંધિયાંઃ ફાઈલ ડાઉનલોડ થતાં ૩-૩ કલાક લાગે છે
વેપારીઓએ કરેલાં વેચાણની વિગતો આવતી કાલે પાંચ સપ્ટેમ્બર સુધીમાં જીએસટીઆર-૧ના ફોર્મમાં ડાઉનલોડ કરવાની છે. સરકાર ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ માટે તૈયાર છે. આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર છે. તેવો દાવો કરે છે. વેચાણની આ વિગતો સામાન્ય રીતે રૂટિનના ૧૦થી ૧૫ મિનિટમાં ડાઉનલોડ થઈ જવી જોઈએ તેવું ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે પરંતુ સાઈટની સમસ્યાના કારણે એક વેપારીનાં ફોર્મ ભરાતાં બેથી ત્રણ કલાક જેટલો સમય લાગી જાય છે. એટલું જ નહીં આ તમામ પ્રક્રિયા વચ્ચે સાઈટ ગમે ત્યારે હેન્ગ થઈ જાય તો વધુ મુશ્કેલીમાં મુકાઈ જવું પડે છે. આમ રિટર્ન ભરવું છે છતાં સરકારની ટેક્નિકલ ખામીઓના કારણે સમયની બરબાદી થાય છે. જેની સામે ટેક્સ નિષ્ણાતોએ પણ હવે બાંય ચઢાવી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago