USમાં ગુજરાતી CEOને ગાળો ભાંડવામાં આવી

વોશિંગ્ટન : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થકોએ ગુજરાતી સીઇઓ રવિન ગાંધી સાથે ગેરવર્તણુંક કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીને અમેરિકાનાં રાષ્ટ્રપતિએ ગંદી ગાળો આપીને ભારત પાછા ફરી જવા માટે જણાવ્યું હતું. રવિને ટ્રમ્પનાં સમર્થકોને કહ્યું હતું કે તેઓ ટ્રમ્પનાં ઇકોનોમિક એજન્ડાને સપોર્ટ નથી કરતા. ગાંધીએ કહ્યું કે અમેરિકી પ્રેસિડેન્ટ વર્જિનિયાની ઘટના બાદ ગોરાઓનાં બચાવ કરી રહ્યા છે. 44 વર્ષીય ગાંધી અમેરિકાની એક મોટી કંપની જીએમએમનાં સીઇઓ છે.

રવિન ગાંધી નિકી હેલીનાં સમર્થક માનવામાં આવે છે. તેમની કંપની સમગ્ર વિશ્વમાં નોનસ્ટિક કોટિંગ્સ સપ્લાઇ કરે છે. રવિએ ટ્રમ્પનાં નિવેદનનો વિરોધ કરતા સીએનબીસી પર એખ આર્ટિકલ લખ્યો હતો. ત્યાર બાદ ટ્રમ્પનાં સમર્થકોએ તેને ટ્રોલ કરવાનો શરૂ કર્યો હતો. રવિન ગાંધીનાં આર્ટીકલ પર વંશિય ટીપ્પણીઓ પણ થવા લાગી હતી.

ગાંધીએ કહ્યું કે તાજેતરમાં ન્યુયોર્ક ટાઇમ્સને કહ્યું હતું કે હું ટ્રમ્પનાં ઇકોનોમિક એજન્ડાની અમુક વાતો સાથે સંમત નથી. શાર્લોટવિલેની ઘટના બાદ હું ટ્રમ્પનો બચાવ ના કરી શકું. બેરોજગારી વધારે એક ટકો વધી ગઇ છે.

You might also like