15વર્ષની સગીરે 60 વર્ષના નાઈઝિરિયન સાથે કર્યા લગ્ન, 7 દિવસમાં થયું મૃત્યુ

લગભગ બે મહિના પહેલા આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં નજરે પડી રહેલી છોકરી બેંગલુરુની વતની છે. તેનું નામ સબીહા બાનો છે અને આ તેના લગ્નનો ફોટો છે. જ્યારે આ ફોટો સામે આવી હતી ત્યારે છોકરી સગીર હતી. તેની ઉંમર લગભગ 15 વર્ષ હતી. હવે સમાચાર મળી રહ્યા છે કે તેનુ મોત નિપજ્યુ છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સબીહાનુ મૃત્યુ તેના લગ્નના સાત દિવસ બાદ જ થઈ ગયુ હતુ. તેના લગ્ન 60 વર્ષના એક નાઈઝિરીયન સાથે થયા હતા. જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા તેનું નામ બક્ર અલ મિમ જણાવવામાં આવી રહ્યુ છે. મળતી માહિતી અનુસાર બંન્નેએ લવ મેરેજ કર્યા હતા અને તેમાં છોકરીના પરિવારની પણ મંજુરી હતી.

 

સબીહા અને બક્રની મુલાકાત ફેસબુક પર થઈ હતી. ચેટિંગ દરમ્યાન બેન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બક્રના લગ્ન થઈ ચુક્યા હતા અને સબીહા સગીર હતી. તેમ છત્તા પરિવારને આ લગ્ન પર કોઈ આપત્તિ નહોતી. રિપોર્ટ્સ પ્રમાણે, સબીહાને ખબર પડી કે તેને જીવલેણ બીમારી છે અને તે કેટલાક દિવસોની મહેમાન છે. ત્યારે તેણે તેના પરિવારને જણાવ્યુ કે તેને બક્ર સાથે લગ્ન કરવા છે, અને આ તેની છેલ્લી ઈચ્છા છે. પરિવાર પણ આ માટે તૈયાર થઈ ગયો. બક્ર અલ મિમ નાઈઝિરિયાથી ભારત આવ્યો અને કેટલાક લોકોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા.

લગ્નના અઠવાડિયા બાદ જ છોકરીનુ મોત નિપજ્યુ. જો કે, કેટલાક લોકોનું કહેવુ છે કે આ લવ મેરેજ નહિ પરંતુ બાળ વિવાહનો મામલો છે. કેટલાક યુઝર્સે તો એ પણ આરોપ લગાવ્યો કે છોકરીના પરિવારે તેના જબરજસ્તી મેરેજ કરાવ્યા અને તેના બદલે મોટી રકમ પમ લીધી.

You might also like