મેેેક્સિકોની નાઇટ કલબોમાં શ્રેણીબદ્ધ હુમલાઃ ૧પનાં મોતઃ અનેક લોકો ઘાયલ

મોન્ટેરે: ઉત્તર મેક્સિકો સિટીના મોન્ટેરેમાં આવેલી નાઇટ કલબોમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા ૧પનાં મોત થયાં છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મોટા ભાગના લોકોના ફાયરિંગમાં મોત થયાં છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોન્ટેરે શહેર સ્થિત એક કલબમાં હુમલો કરવામાં આવ્યો હતો. ન્યુઓલિયન સરકારી કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે આ હુમલાઓ મોન્ટેરે, ગ્વાડેલુપે અને ઝુુઆરેજ વિસ્તારમાં થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કુલ છ નાઇટ કલબમાં હુમલા થયા હતા. આ હુમલામાં ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી પોલીસે મૃત્યુઆંક વધવાની દહેશત વ્યકત કરી છે.

જોકે આ હુમલા એકબીજા સાથે કોઇ કનેકશન કે લિંક ધરાવે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એક પોલીસ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે છ વખત થયેલા ફાયરિંગમાં કુલ ૧પનાં મોત થયાં છે, પરંતુ એક સાથે અને એક જ રાતમાં થયેલા ઉપરા છાપરી છ હુમલાનાં કનેકશન અંગે કંઇ કહેવા ઇનકાર કર્યો હતો.

એક વ્યકિત અને તેના ૧૪ વર્ષના છોકરાને હાઇવે પર તેમની કારમાં જ ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે એક અન્ય શખ્સનું લીનારેસ શહેરમાં વિરોધી ગેંગો વચ્ચે થયેલી અથડામણમાં મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના હુુમલાઓ થઇ રહ્યા છે જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીની એક નાઇટ કલબમાં ગઇ સાલ થયેલા ફાયરિંગમાં ૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને ડઝનથી વધુુ લોકો ઘાયલ થયા હતા.

અત્રે નોંધનીય છે કે તુર્કીની નાઇટ કલબમાં નવા વર્ષનો જશ્ન મનાવી રહેલા લોકો પર એક વ્યકિતએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૩૯ લોકોને ઢાળી દીધા હતા અને ૬પથી વધુ લોકોને ઘાયલ કર્યા હતા.

divyesh

Recent Posts

શું તમારા વાળ કર્લી છે.. તો આ છે સ્ટાઇલિશ ટિપ્સ….

વાંકડીયા વાળમાં સુંદર હેર કટ લેવો હોય અથવા તેને સ્ટાઇલિશ કરવા હોય તો તેમાં કોઇ શંકા નથી કે તેને મેનેજ…

23 mins ago

PM મોદી ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે, પરિયોજનાઓનો કરશે શુભારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર બે રાજ્ય ઓડિશા અને છત્તીસગઢની મુલાકાતે જશે. પીએમ મોદી આ બંને રાજ્યોમાં અનેક પરિયોજનાઓનો શુભારંભ કરશે.…

1 hour ago

ગાંધીનગર: કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક, લોકસભા ચૂંટણી અંગે રોડમેપ થશે તૈયાર

ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમમાં બેઠક મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગેના…

1 hour ago

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

11 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

12 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

12 hours ago