IIFA Awards 2017: ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માટે આલિયા અને શાહિદ બેસ્ટ એક્ટર્સ, જુઓ આ યાદી…

અનિરૂદ્ધ રોય ચૌધરીને પિંક માટે શ્રેષ્ઠ દિગ્દર્શક પુરસ્કાર મળયો. બર્થ-ડે ગર્લ કેટરીના કૈફે કાલા-ચશ્મા અને વધુ ઉપર પર્ફોમન્સ આપ્યું હતું. એ દિલ હે મુશ્કીલને સંગીત વર્ગમાં સારો પ્રતિસાદ મળયો હતો. જાણો ન્યૂ-યોર્કમાં થઈ રહેલા આઈફાની તમામ રસપ્રદ બાબતો

આઇફા એવોર્ડ્સમાં ફિલ્મ ‘ઉડતા પંજાબ’એ પ્રભુત્વ જમાવ્યું હતું. આ ફિલ્મ માટે શાહિદ કપૂર, આલિયા ભટ્ટ અને દિલજીત દોસાંજેને ટ્રોફી મળી હતી. આઈફા એવોર્ડ દ્વારા શાહિદ કપૂર બેસ્ટ એક્ટર તો આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ એનાયત કરવામાં આવ્યો હતો.

આઇફા એવોર્ડ્સ બોલીવુડને લગતી વર્ષની સૌથી ચર્ચિત બાબત છે. આ વર્ષે આઈફાને ન્યૂયોર્કમાં યોજવામાં આવ્યું હતું. આઇફા એવોર્ડ્સના વિજેતાઓની લીસ્ટ બહાર આવી ગયું છે. આલિયા ભટ્ટ અને શાહીદ કપૂર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ્ ઉડતા પંજાબ માટે મેળવ્યો હતો જયારે નીરજાને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ્ મળ્યો હતો. બોલીવુડના તમામ દિગ્ગજોએ હાજરી આપીને નામાંકોને વધાવી લીધા હતા. આઈફાના 18 વર્ષના ઇતિહાસમાં તેને પ્રથમ વખત કોઈ દિવસ નહિ ઊંઘનારા શહેર એટલે કે ન્યૂ યોર્કમાં રાખવામાં આવી હતી.

આ વર્ષે, સિતારોથી જડિત ઇવેન્ટને ન્યૂ યોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં રાખવામાં આવ્યું હતું. સેલેબ્સના કાર્પેટ અપીરીયંસથી લઈને તેમની પરફોર્મન્સ અને એવોર્ડ સેરેમનીએ લોકોને બહુ આકરશે છે.

આઇફા એવોર્ડ્સના વિજેતાઓની પૂરી લીસ્ટ:

બેસ્ટ ફિલ્મ: નીરજા
બેસ્ટ એક્ટર મેલ: શાહીદ કપૂર (ઉડતા પંજાબ)
બેસ્ટ એક્ટર ફિમેલ: આલિયા ભટ્ટ (ઉડતા પંજાબ)
બેસ્ટ દિગ્દર્શક: અનિરૂદ્ધ રોય ચૌધરી
બેસ્ટ સપોર્ટીંગ રોલ મેલ: અનુપમ ખેર (એમ.એસ.ધોની)
બેસ્ટ સપોર્ટીંગ રોલ ફિમેલ: શબાના આઝમી (નીરજા)

એ સિવાય 25 વર્ષથી પણ વધારે સંગીતમાં યોગદાન આપવા માટે એ.આર.રહેમાનને સમ્માનિત કરવામાં આવ્યા હતા.

બેસ્ટ ડેબ્યુટંટ-મેલ: દીલ્જીત દોસંજ (ઉડતા પંજાબ)
બેસ્ટ ડેબ્યુટંટ-ફિમેલ: દિશા પટાની (એમ.એસ.ધોની)

એ ઉપરાંત આલિયા ભટ્ટને મીન્ત્રા સ્ટાઈલ આઇકોન એવાર્ડ્ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ ફિમેલ પ્લે-બેક સિંગર: તુલસી કુમાર (એરલીફ્ટ) અને કનીકા કપૂર (ઉડતા પંજાબ)
બેસ્ટ પરફોર્મન્સ નેગેટીવ રોલ: જીમ સારભ (નીરજા)
બેસ્ટ એક્ટર કોમેડી: વરુણ ધવન (ડીશૂમ)
બેસ્ટ મ્યુસિક એવાર્ડ્: પ્રીતમ (એ દિલ હૈ મુસ્કીલ)
બેસ્ટ મેલ પ્લે-બેક સિંગર: અમિત મિશ્રા (એ દિલ હૈ મુસ્કીલ)
બેસ્ટ લીરીક્સ: અમિતાભ ભટ્ટાચાર્ય ગીત ચણા મેરેયા
વુમન ઓફ દ યર: તાપસી પન્નું

આ રાતમાં ઘણા મોટા અભિનેતાઓ પરફોર્મન્સ આપવાના છે. તેમાંથી સુધી ચર્ચિત સલમાન ખાનની પરફોર્મન્સ રેહશે. એ સિવાય બેર્થ-ડે ગર્લ કટરીના કૈફ, આલિયા, શુશાંત સિંહ રાજપૂત, કૃતિ સનોન, વરુણ ધવન અને શાહીદ કપૂરના પરફોર્મન્સ જોવા જેવા રેહશે.

You might also like