BSNLના બે એન્જિનિયર ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ: પૂર્વ કચ્છમાં ગાંધીધામ ખાતે બીએસએનએલની કચેરીમાં ફરજ બજાવતા બે એન્જિનિયરને એસીબીએ રૂ. ૩૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા.

લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગાંધીધામ બીએસએનએલની સબડિવીઝનની કચેરીમાં ફરજ બજાવતા એન્જિનિયર જગદીશ ગોપાલદાસ ભંભાણી અને ભૂજ સબડિવિઝનના એન્જિનિયર અનિલ ચતુરભાઈ નેહલાણીએ એક કોન્ટ્રાક્ટર પાસે કોન્ટ્રાક્ટનું કામ પૂરુ થતાં સિક્યોરિટી ડિપોઝિટ અને સિસ્ટમ ડિપોઝિટ પરત મેળવવાની ફાઈલ અાગળ વધારવા માટે લાંચની રકમ માગી હતી. અા અંગે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ કરી હતી.

એસીબીએ ફરિયાદના અાધારે બીએસએનએલની કચેરી ખાતે છટકું ગોઠવી ઉપરોક્ત બંને એન્જિનિયર જગદીશ ભંભાણીને રૂ. ૨૦ હજારની અને અનિલ નેહલાણીને રૂ. ૧૦ હજારની લાંચની રકમ સ્વીકારતા અાબાદ ઝડપી લીધા હતા. એસીબીએ અા અંગે બંને એન્જિનિયરો સામે ગુનો દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like