OMG! મહિલાની આંખમાંથી નીકળ્યાં 14 જંતુ, તબીબોને થયું આશ્ચર્ય

0 57

વોશિંગ્ટન : ઓર્ગનમાં એક એવો આશ્ચર્યચક્તિ મામલો સામે આવ્યો છે કે જેના પર કદાચ જ કોઇ વિશ્વાસ મુકે. અહી એક મહીલાની આંખમાં એવું સંક્રમણ (ચેપ) લાગ્યો છે જે અત્યાર સુધી પશુ (જાનવર)માં જ જોવા મળતો હતો. પરંતુ તે કરતાં પણ ચોંકાવનારી વાત એ થઇ કે આ મહિલાની આંખમાંથી ડોકટરોએ અંદાજે 14 જેટલા કીડા (જંતુ) બહાર કાઢયા.

તબીબોએ જાતે આ વાતને સમર્થન આપતાં કહ્યું કે આ બધા કીડા અડધા-અડધા ઇંચ લાંબા હતા. આ ઘટના આશ્ચર્ય પમાડે તેવી એટલા માટે છે કે આજ સુદી ક્યારેય માણસમાં આવું સંક્રામણ જોવા મળ્યું નથી. અત્યાર સુધી આ સંક્રમણ માત્ર ને માત્ર પશુ(જાનવર) સુધી જ હતું.

પરંતુ ઓર્ગનની આ મહિલામાં આ સંક્રમણ મળી આવતા અહી હડકંપ મચી ગયો. વૈજ્ઞાનિકોનું માનીએ આ સંક્રમણ થેલજિયા ગ્લોસા (Thelazia gulosa) નામના કીડા ફેલાય છે, જે ઉત્તરી અમેરિકા અને કેનેડાના દક્ષિણ ભાગમાં જોવા મળે છે.

આ કીડા માખીઓ દ્વારા ફેલાય છે, જે આંસુઓ દ્વારા પોતાનું ખાવાનું ગ્રહણ કરે છે. તબીબોના જણાવ્યા અનુસાર આવો કેસ હજુ સુધી કોઇ મનુષ્યમાં જોવા મળ્યો નથી. આ કેસ મનુષ્યમાં જોવા મળતા ઘણું આશ્ચર્ય થયું અને આ ચિંતાનો વિષય છે.

loading...

Leave A Reply

Your email address will not be published.